રીક્ષામાં બેસતાં પહેલા ચેતજો, અજીબ રીતે ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: રાજ્યમાં ચોરીના બનાવોમાં સતત વધી રહ્યા છે. આ દરમિયાન સુરતમાં અજીબ રીતે ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. આ દરમિયાન પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી પેસેન્જરના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કરી લેતાં ત્રણ રીઢા આરોપીઓને સુરતની સલાબતપુરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉનમાં તસ્કરોનો આતંક વધી રહ્યો હતો ત્યારે ચોરોને જેલણી હવા ચાખડવા પોલીસ એક્શનમોડ પર આવી છે. ત્યારે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી લોકોના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કરી લેતી ગેંગના ત્રણ આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. જ્યારે આરોપીની પૂછપરછ કરતાં વધુ ચારના નામ સામે આવ્યા છે. ત્યારે ઝડપાયેલા ત્રણ આરોપીમાં  આસિફ ઉર્ફે અહીંયા, અફઝલ ઉર્ફે ખજૂર અને ઇમરાન ઉર્ફે સોનુનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલી ઓટો રીક્ષા, એક મોપેડ અને રોકડા રૂપિયા 55 હજાર જપ્ત કરવામાં આવ્યા છે.

આ રીતે કરતાં હતા ચોરી
આરોપીઓએ બચતના પૈસામાંથી એક ઓટો રીક્ષા ખરીદી હતી અને ત્યાર બાદ મુસાફરોને આ રિક્ષામાં બેસાડતા હતા અને અન્ય એક આરોપી રીક્ષાની પાછળ પાયલોટિંગ કરતો હતો. ત્યાર બાદ આરોપીઓ સાથે મળીને રીક્ષામાં રહેલા પેસેન્જરના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ઉઠાંતરી કરતાં હતા અને ત્યાર બાદ રીક્ષાની આગળ પાછળ પાયલોટીંગ કરી રહેલા સાગરીતને ચોરીના પૈસા આપી દેતા હતા.

ADVERTISEMENT

આ પણ વાંચો: ‘નલ સે જલ’ યોજનાને લઈ ટાંકી બનાવતા સ્લેબ તૂટી પડ્યોઃ છ વ્યક્તિ ઈજાગ્રસ્ત

પોલીસે તપાસ શરૂ કરી
ત્યારે આ મામલે પહેલા ત્રણ અને ત્યાર બાદ બીજા ચાર આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. હાલ પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અફઝલ ઉર્ફે ખજૂર સામે પુણા પોલીસ સ્ટેશનમાં એક, લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક અને અન્ય પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયેલા છે. આરોપી ઈમરાન સામે અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT