આકરા તડકા માટે રહેજો તૈયાર: ગરમીએ તોડ્યો છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ, ભુજ દેશનું સૌથી ગરમ શહેર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આ વર્ષે આકરી ગરમી માટે તૈયાર રહેજો. રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ વધવાનો શરૂ થઈ ગયો છે અને બેવડી ઋતુનો માર લોકોના સ્વાસ્થ્ય પર વાર થઈ રહ્યો છે. ઉનાળો શરૂ થયો નથી. પરંતુ બપોરે તો ઉનાળાની ગરમી જેવો અહેસાસ થાય છે. ત્યારે રાજ્યમાં આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના જ ગરમીએ છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઇકાલે એટલે કે 16 ફેબ્રુઆરીનો દિવસ છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ ગરમ દિવસ રહ્યો હતો. ગઇકાલે અમદાવાદમાં ગરમીનો પારો 6.7 ડિગ્રીથી વધીને 37 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.

આ શહેરોમાં ગરમીનો પ્રકોપ
ગુજરાતમાં ઉનાળા જઅને જામ્યો હોય તેમ બપોરના સમયે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગઇકાલે ગુજરાતમાં ગરમીએ છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઇકાલે ડિસા, કંડલા એરપોર્ટ, કેશોદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. મહત્વનું છે કે, આગામી દિવસોએ દિવસે આકરી ગરમી અને રાત્રે હળવી ઠંડી અનુભવાશે.

દેશ ભરમાં ભુજમાં સૌથી વધુ તાપમાન
સૌરાષ્ટ્ર-કચ્છનાં ભૂજમાં મહતમ તાપમાન 40.3 ડીગ્રી નોંધાયુ હતું તે સમગ્ર દેશનું સૌથી વધુ હતું. હવામાન વિભાગનાં સતાવાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના કેટલાક ભાગો ઉપરાંત પંજાબ, ઉતરાખંડ પૂર્વીય રાજસ્થાન, આંદામાન-નિકોબાર, કાશ્મીર, લદાખ જેવા ક્ષેત્રોમાં ન્યુનતમ તાપમાન નોર્મલ કરતાં 1.6 થી 3 ડીગ્રી ઉંચુ હતું. જયારે હિમાચલ તથા પશ્ચીમ રાજસ્થાનમાં 3 થી 5 ડીગ્રી ઉંચે પહોંચ્યુ હતું.

ADVERTISEMENT

આ પણ વાંચો: સુસાઇડ પોઈન્ટ બની રહ્યો છે અમદાવાદનો CTM ડબલડેકર બ્રિજ, પોલીસ બચાવવા પહોંચતા વિધ્યાર્થીએ કહ્યું મને મરી દો

ડબલ ઋતુનો થશે અનુભવ
રાજ્યમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ ગરમીનો પારો સામાન્યથી 6.7 ડિગ્રી વધી 37 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 20 ફેબ્રુઆરી સુધીમાં શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તરથી ઉત્તર પૂર્વ થતાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ હવે દિવસે આકરી ગરમી અને રાત્રે હળવી ઠંડી અનુભવશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT