વધારે એક ભયાનક તોફાન માટે રહો તૈયાર! અંબાલાલ પટેલ બાદ હવામાન વિભાગે પણ કરી આગાહી
નવી દિલ્હી : ભારતમાં ચોમાસુ આવવાને હવે માત્ર એક જ મહિનાનો સમય બાકી છે. દેશમાં મોનસુનની શરૂઆત એક જુનની આસપાસ થવાની છે. તેના બે મહિના…
ADVERTISEMENT

નવી દિલ્હી : ભારતમાં ચોમાસુ આવવાને હવે માત્ર એક જ મહિનાનો સમય બાકી છે. દેશમાં મોનસુનની શરૂઆત એક જુનની આસપાસ થવાની છે. તેના બે મહિના પહેલા એપ્રીલ અને મે ભારતના સમુદ્રોમાં તોફાન બનવાનો સમય હોય છે. મોનસુન આવતા પહેલા જ બંગાળની ખાડી કે અરબ સાગરમાં પ્રેશર સર્જાય છે. જો કે આ વખતે એપ્રીલના મહિનામાં કોઇ તોફાન આવ્યું નથી. જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે, આ વર્ષનું પહેલું ચક્રવાત બંગાળની ખાડીમાં સર્જાઇ રહ્યું છે. ચક્રવાત 8 મેની આસપાસ બનશે અને તેના ભારત અને બાંગ્લાદેશના કિનારાઓ તરફ આગળ વધવાની શક્યતા છે.
મે મહિનામાં બંગાળની ખાડીમાં ભયાનક પ્રેશર શરૂ થયું
એપ્રીલના મહિનો ચક્રવાત વગર પસાર થઇ ગયા બાદ હવે મે મહિનામાં બંગાળની ખાડીમાં હલચલ શરૂ થઇ ચુકી છે. આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બને તેવી શક્યતા છે. સમગ્ર વિશ્વના હવામાન નિષ્ણાંતોએ પેટર્નની ભવિષ્યવાણી કરવા માટે અલગ અળગ મોડલોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ (GFS) અને યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ ફોરકાસ્ટ (ECMWF) દેખાઇ રહ્યું છે. આગામી સમયમાં બંગાળની ખાડીમાં ચક્રવાત આવવાની મજબુત શક્યતાઓ છે.
દક્ષિણ પશ્ચિમમાં લો પ્રેશરના કારણે ચક્રવાત સર્જાશે
દક્ષિણ પશ્ચિમ અંડમાન સાગરમાં 8 કે 9 મેની આસપાસ એક નીચુ દબાણ વિકસિત થવાની શક્યતા છે. ત્યાર બાદ આ દબાણથી હવાઓ તેજ થવાની શક્યતા છે. આ આધારે હવે એવા સમાચારો આવી રહ્યા છે કે, બંગાળની ખાડીમાં બની રહેલા લઘુત્તમ દબાણ આગામી દિવસોમાં ચક્રવાતમાં બદલી જશે. ઓરિસ્સા સરકારે પણ ચક્રવાત પહેલાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સિસ્ટમને એલર્ટ કરી દેવાયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર ઓરિસ્સા સરકારે 11 વિભાગો અને કલેક્ટર્સને એલર્ટ રહેવા માટેના આદેશ આપ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT