Ahmedabad માં લગ્ન પ્રસંગમાં ‘બાસ્કેટ ચાટ’ના કારણે ખેલાયો લોહિયાળ જંગ, પોલીસની ટીમો થઈ દોડતી

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • અમદાવાદના જુહાપુરામાં લગ્ન પ્રસંગમાં બબાલ
  • સગા ભાઈ અને ભત્રીજાએ કર્યો હુમલો
  • પોલીસની ટીમે 4 શખ્સો સામે ગુનો નોંધ્યો

Ahmedabad Crime News: અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં બાસ્કેટ ચાટના કારણે લોહિયાળ જંગ ખેલાતાં ચકચાર મચી ગઈ છે. હાલ વેજલપુર પોલીસની ટીમે 4 શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

લગ્ન પ્રસંગમાં થઈ બબાલ

મળતી માહિતી અનુસાર, શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા પોસ્ટલ સોસાયટીમાં રહેતા અને એસ.જી હાઈવે પર આવેલા પ્રતાપ ટેકનોફ્રેક નામની કંપનીમાં એસ્ટેટ મેનેજર તરીકે નોકરી કરતા મોહમ્મદ કલીમ શેખે વેજલપુર પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ઈરફાન શેખ તેના પુત્ર અજવાદ શેખ, મોહમ્મદ હનીફ શેખ અને તેના પુત્ર અસદ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોહમ્મદ ઈરફાન અને મોહમ્મદ હનીફ ફરિયાદી મોહમ્મદ કલીમ શેખના સગા ભાઈઓ છે, જ્યારે અજવાદ અને અસદ ભત્રીજા થાય છે.

ભત્રીજાને વધારે બાસ્કેટ ચાટ આપવાની કરી મનાઈ

2 દિવસ અગાઉ ફરિયાદી મોહમ્મદ કલીમ શેખ માસીના દીકરા આમીરના લગ્નમાં મેમણ હોલ ખાતે ગયો હતો. મેમણ હોલ ખાતે જમણવારમાં મોહમ્મદ કલીમ પીરસવા માટે કાઉન્ટ પર ઉભો હતો. ત્યારે તેનો ભત્રીજો અજવાદ શેખ આવ્યો હતો અને તેણે મોહમ્મદ કલીમ પાસે વધારે બાસ્કેટ ચાટ માંગી હતી. જોકે, કલીમે વધારે બાસ્કેટ ચાટ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

ADVERTISEMENT

સગા ભાઈ અને ભત્રીજાએ કર્યો હુમલો

જે બાદ અજવાદે કાકા મોહમ્મદ કલીમને ધમકી આપી હતી કે જો બાસ્કેટ ચાટ આપવાની ના પાડશો તો તમારા હાથ પગ તોડી નાખીશ. જે બાદ અજવાદ તેના પિતા ઈરફાન શેખને બોલાવીને લાવ્યો હતો. જે બાદ બંને બાપ-દીકરાએ મોહમ્મદ કલીમ સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન મોહમ્મદ કલીમનો બીજો ભત્રીજો અસદ અને તેના પિતા મોહમ્મદ હનીફ પણ આવી પહોંચ્યા હતા. જે બાદ બે ભાઈ અને બે ભત્રીજાએ મળીને કલીમ પર હુમલો કર્યો હતો.

લગ્ન પ્રસંગમાં બબાલ થતાં લોકોમાં ભાગદોડ

આ દરમિયાન ઈરફાને છરી કાઢીને કલીમના દાઢી અને પેટના ભાગે છરી મારી દીધી હતી. લગ્ન પ્રસંગમાં જંગ ખેલાતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જે બાદ કલીમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

પોલીસે 4 સામે નોંધ્યો ગુનો

તો આ અંગેની જાણ થતાં વેજલપુર પોલીસની ટીમ પણ દોડતી થઈ ગઈ હતી. જે બાદ વેજપુલ પોલીસે બે ભત્રીજા અને બે ભાઈઓ કુલ 4 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT