EVM માં કયા આધારે ઉમેદવારો ઉપર રહેશે કે નીચે તે ક્રમ નક્કી થશે
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 1621 ઉમેદવારો દ્વારા પોતાનું નસીબ અજમાવ્યું છે. જેમાં 1482 પુરૂષ અને 139 મહિલા ઉમેદવારો છે. જે પૈકી જીતનારા વિધાનસભા…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 1621 ઉમેદવારો દ્વારા પોતાનું નસીબ અજમાવ્યું છે. જેમાં 1482 પુરૂષ અને 139 મહિલા ઉમેદવારો છે. જે પૈકી જીતનારા વિધાનસભા પહોંચશે. જો કે આ વખતે કુલ 70 રાજકીય પક્ષો સક્રિય થયા છે. તેવામાં પક્ષોના નામ કઇ રીતે ઉપર અને નીચે રહે છે.
સમગ્ર દેશમાં કેન્દ્રીય કે રાજકીય ચૂંટણી પંચ દ્વારા કેટલાક ચોક્કસ નિયમો નક્કી કર્યા છે. જે અનુસાર ચૂંટણીમાં ઉભા રહેતા ઉમેદવારોને કુલ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં સૌપ્રથમ તો રાષ્ટ્રીય પક્ષને પ્રાધાન્ય આપવામાં આવે છે. જેમાં કોંગ્રેસ, ભાજપ, એનસીપી જેવા પક્ષો હોય છે. આ રિકગ્નાઇઝ નેશનલ પાર્ટી હોય છે. ત્યાર બાદ રાજ્ય સ્તરી પાર્ટીનું નામ આવે છે. ત્યાર બાદ અન્ય પક્ષો હોય છે.
બીજી કેટેગરીમાં એવા પક્ષના નેતાને ઉમેદવાર રાખવામાં આવે છે. જે પક્ષની નોંધણી રાજ્ય સ્તરે થયેલી છે. એવો પક્ષ જે કોઇ રાજ્યમાં નોંધાયેલો છે. નવા રાજ્યમાં જઇને ચૂંટણી લઇ રહ્યો છે. હાલ તો રાષ્ટ્રીય પાર્ટી તરીકેના ધારાધોરણ ન હોય તેવી પાર્ટીનો સમાવેશ થાય છે. જેમાં આમ આદમી પાર્ટીનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ત્રીજી કેટેગરી એટલે કે અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. અપક્ષ ઉમેદવારોને રાષ્ટ્રીય પક્ષ કરતા અલગ નિશાન આપવામાંઆવે છે.
જો કે રાષ્ટ્રીય પાર્ટીઓ પણ વધારે હોય છે. તેવામાં ઉમેદવાર અને પાર્ટી કઇ રીતે ઉપર નીચે થાય છે. જેમાં લોકસભાની ચૂંટણીમાં ઇવીએમ માં હિન્દી વર્ણમાલા અનુસાર અ થી જ્ઞ સુધીના અક્ષરોને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર બાદ અલગ અલગ ત્રણ કેટેગરીમાં રાજ્ય ભાષાની વર્ણમાલા અનુસાર ક્રમ મળે છે. તેવામાં જો બે ઉમેદવારના નામ સરખા હોય તો ત્યાર બાદ તેમની અટકની વર્ણમાલાના આધારે તેઓ ઉપર નીચે થાય છે. અટક પણ સરખું હોય તો પિતાનું નામ ધ્યાને લેવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT