Banskantha Rain Update: 8 ઈંચ વરસાદથી ખેતીને વ્યાપક નુકસાન, 10 ગામોમાં બાજરીનો પાક ધોવાઈ ગયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Banskantha Rain Update: ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. અંદાજિત 10 થી વધુ ગામડાઓમાં બાજરીનો પાક વરસાદી પાણીમાં ધોવાઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે વરસાદ ન્હોતો ત્યારે સાવ સુકો માહોલ રહ્યો અને જ્યારે ખાબક્યો ત્યારે એક સાથે ધોધમાર પડતા ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી. સાથે જ ગુજરાતના તો ઘણા જિલ્લાઓમાં ડેમનું પાણી ફરી વળતા પણ તારાજી સર્જાઈ છે.

Lion in Gujarat Rain: વરસાદથી બચવા સિંહોને મળી ગઈ ઝૂંપડી, Video

ખેડૂતો બાજરીનો પાક લેવા તૈયાર થઈ રહ્યા હતા ત્યારે જ…

બનાસકાંઠા સહિત ડીસામાં ત્રણ દિવસથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોને ફાયદો તો થયો છે પરંતુ કેટલાક વિસ્તારોમાં નુકસાન પણ થયું છે. ખાસ કરીને ડીસા તાલુકાના થેરવાડા, બાઈવાડા, જાવલ, તાલેપુરા,બુરાલ સહિત આજુબાજુના દસથી વધુ ગામડાઓમાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા હોવાથી મોટાભાગે લોકો ચોમાસા આધારિત ખેતી કરે છે અને આ વખતે આ વિસ્તારમાં બાજરીનું મોટાપાયે વાવેતર થયું હતું અને બાજરીનો પાક પણ સારો થયો હોવાથી ખેડૂતો તૈયાર થયેલી બાજરીનો પાક લેવાની તૈયારી કરી રહ્યા હતા. તો કેટલીક જગ્યાએ ખેડૂતોએ બાજરી લણીને ખેતરમાં રાખી હતી તે દરમિયાન જ અચાનક વરસાદ શરૂ થઈ જતા બાજરીનો મોટાભાગનો પાક પલળી ગયો છે. સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે આ વિસ્તારના મોટાભાગના ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલી બાજરીનો પાક ધોવાઈ જતા ખેડૂતોના મોંઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. જેથી પીડિત બનેલા ખેડૂતો સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે કે તેમના ખેતી નુકસાનનો સર્વે કરી વળતર આપવામાં આવે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT