જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં કર્મચારીઓ-મંડળી પ્રમુખોનું કરોડો રૂપિયાનું કૌભાંડ, 5 વર્ષે ભાંડો ફૂટ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢમાં જિલ્લા સહકારી બેંકમાં કરોડોની ઊચાપતનું કૌભાંડ સામે આવ્યું છે. બેંકના જ કર્મચારીઓ અને મંડળીના પ્રમુખે મળીને બેંકમાંથી 5.38 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં પોલીસે આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે.

જુનાગઢના ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં મુખ્ય સૂત્રધાર હાર્દિક ખેંગાર જલુ, તેમજ તેના સાથીઓ ઘેલાભાઈ ચાવડા, કાનાભાઈ જલુ, જગદીશભાઈ જલુ, નિતેશ ચાવડા, જયુ રખશિયા, કરશનભાઈ પાનેરાએ જૂનાગઢ જિલ્લાની સહકારી બેંકની માણાવદર તાલુકાની કોઠારીયા શાખામાં 5.38 કરોડ રૂપિયાની અલગ અલગ સમયે ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

બેંકના કર્મચારીઓ, કોઠારિયાની વિવિધ સહકારી મંડળીના પ્રમુખ તથા મંત્રીઓ દ્વારા 2019થી બેંકમાં ઉચાપત ચાલતી હતી. આ બાબતે બેંકના ડેપ્યુટી મેનેજર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ LCBએ સાત આરોપીઓની બેંકની મુખ્ય બ્રાન્ચમાંથી અટકાયત કરી છે. સાથે જ તમામ આરોપીઓને બેંકમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ADVERTISEMENT

કેવી રીતે પૈસા લેતા?
આ અંગે ફરિયાદમાં જણાવાયું કે, ઉપરોક્ત કર્મચારીઓ બીજાના ખાતામાંથી પોતાના જાણીતાના ખાતામાં અને પછી ખુદના ખાતામાં રકમ ટ્રાન્સફર કરતા હતા. છેલ્લા થોડા સમયથી આ અંગે ગુપ્ત ચકાસણી કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ છેતરપિંડી ખુબ ચાલાકીથી કરવામાં આવી રહી હતી. જોકે 5 વર્ષ બાદ તેનો ભાંડો ફૂટી ગયો.

    follow whatsapp

    ADVERTISEMENT