બાંગ્લાદેશીઓ ગુજરાતમાં ઘુસી ગયા? બાયડમાંથી યુવક ઝડપાતા મચ્યો હડકંપ!

ADVERTISEMENT

Bangladesh Crisis
બાંગ્લાદેશીઓ ગુજરાતમાં ઘુસી ગયા?
social share
google news

Bangladesh Crisis : બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને હિંસાની વચ્ચે અરવલ્લી (Arvalli) જિલ્લાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના બાયડમાથી બાંગ્લાદેશી યુવક ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. હાલ અરવલ્લી SOG પોલીસે યુવકની પૂછપરછ હાથ ધરી છે. તો આ ઘટના બાદ અરવલ્લી પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે.  

ગામના યુવકોને ગઈ શંકા

મીડિયા રિપોર્ટ અનુસાર, અરવલ્લી જિલ્લાના બાયડ (Bayad)ના રમાસ ગામે છેલ્લા કેટલાક દિવસથી એક અજાણ્યો યુવક જોવા મળી રહ્યો હતો. જેથી ગામના યુવાનોને તેની પર શંકા ગઈ હતી, જેથી ગામના યુવાનોએ ભેગા થઈને તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો. જોકે, યુવકો દ્વારા તેને પૂછપરછ માટે બોલાવવામાં આવતા તે ડરી ગયો હતો અને બાઈક પર ફરાર થઈ ગયો હતો.

પોલીસે વાત્રક નજીકથી ઝડપી પાડ્યો!

ત્યારબાદ રમાસ ગામના લોકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી અરવલ્લી SOGની ટીમે બાયડ નજીક વાત્રક પાસેથી આ યુવકને દબોચી લીધો હતો. જે બાદ એસઓજીની ટીમ તેને પોલીસ મુખ્ય મથકે લઈને પહોંચી હતી. 

ADVERTISEMENT

ફેસબુક પર કરી હતી વાંધાજનક પોસ્ટ

જે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. બાયડના રમાસમાં શંકાસ્પદ હાલતમાં પકડાયેલ બાંગ્લાદેશી યુવકના ફેસબુક એકાઉન્ટ ઉપર તેનું નામ એમડી બુશિરખાન હોવાનું બહાર આવ્યું છે. તો તેના દ્વારા કરવામાં આવેલી અનેક વાંધાજનક પોસ્ટ પણ પોલીસને મળી આવી છે. તો ભારત વિરુદ્ધના લખાણ પણ તેના ફોનમાંથી મળી આવ્યા છે. 

પોલીસે તપાસ હાથ ધરી

હાલ પોલીસ દ્વારા તે બાયડના રમાસ ખાતે કેવી રીતે પહોંચ્યો? કોણે-કોણે તેને મદદ કરી? બાયડ સુધી પહોંચવા સુધી તે ક્યાં-ક્યાં રહ્યો? તે કોની સાથે કોના ઘરે રહ્યો? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT