બનાસકાંઠામાં પોલીસના હાથે પકડાયો નકલી પોલીસ, લોકોને પોલીસનું કાર્ડ બતાવીને પૈસા-સામાન પડાવી લેતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Banaskantha News: રાજ્યમાં એક બાદ એક નકલી અધિકારીઓ અને MLAના PA પકડાઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં ફરી એકવાર નકલી પોલીસકર્મી પકડાયો છે. ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ આ નકલી પોલીસકર્મી લોકો પાસેથી પૈસા વસૂલતો હતો. જે બાદ હાલમાં તેની સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસને નકલી પોલીસની માહિતી મળી હતી

વિગતો મુજબ, ડીસામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરીને પૈસા માગતો હતો. આ વાત પોલીસના ધ્યાને આવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે રીતે તપાસ શરૂ કરી હતી. જેમાં જિલ્લાના જ વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો યુવક ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર પોલીસ કર્મચારીની ઓળખ આપીને લોકો પાસે છેતરપિંડી કરતો હતો.

નકલી આઈકાર્ડ બતાવી લોકોને ઠગતો

માત્ર 20 વર્ષનો અશોક ચૌધરી નામનો આ યવક અત્યાર સુધી લોકોને પોલીસનું નકલી આઈકાર્ડ બતાવીને ઠગ્યા હતા. આરોપી પોતાનું નકલી કાર્ડ લોકોને બતાવીને પોલીસની ઓળખ આપતો અને પૈસા અને સામાન લઈને જતો રહેતો હતો. હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ પોલીસે મેળવી લીધા છે. ત્યારે આગામી દિવસોમાં તેની ઠગાઈના અનેક મામલાઓ સામે આવી શકે છે.

ADVERTISEMENT

(ઈનપુટ: ધનેશ પરમાર, બનાસકાંઠા)

    follow whatsapp

    ADVERTISEMENT