ખરા ઠગઃ વિદેશી એન્ટીક ખુરશી ખરીદ-વેચાણ કરી લાખો કમાવાની આપી લાલચ, ડિસાના વેપારી 5.67 કરોડમાં ઉતરી ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર.બનાસકાંઠાઃ વિદેશમાં રૂ.35 હજાર કરોડની વિદેશી એન્ટીક ખુરશી માટે સોદો કર્યો હોવાનું જણાવી ને પાટણ ખાતે 4 વર્ષ અગાઉ ડીસાના એક વેપારી સાથે રૂ. 5.67 કરોડ ઉપરાંતની છેતરપિંડી કરવાની ઘટના ની પાટણ શહેર પોલીસ સ્ટેશનમાં શહેરના કાકા ભત્રીજા અને ધાનેરાના ધાખા અને ડીસાના ટેટોડા ગામના મળી કુલ4 શખ્સો સામે ફરિયાદ નોધાતા પાટણ SOG દ્વારા તપાસ હાથ ધરી પાટણના બે શખ્સોને ઝડપી પાડયા છે.જ્યારે ૪ આરોપીઓ પૈકીના ૨ ફરાર આરોપીઓને ઝડપી લેવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

RBI, મિનિસ્ટ્રી ઓફ ઈન્ડિયાના ખોટા લેટરપેડ બનાવ્યા

આ બનાવની મળતી માહિતી મુજબ આ છેતરપિંડી માટે આરોપીઓએ રિઝર્વ બેન્ક અને મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના તેમજ સ્વીટઝરલેન્ડ અને ફીડબેકના ખોટા સિક્કા સાથેના લેટરપેડ પણ બનાવ્યા હતા. જે બાદ ગાયત્રી મંદિર પાછળ આવેલ રામનગર સોસાયટીમાં રહેતા અને ગંજ બજારમાં દુકાન ધરાવતા ત્રિકમાજી ગમજીજી બારોટ નામના વેપારી કે જે બારદાન પુરા પાડવાનો ધંધો કરે છે. તેમને આ એન્ટીક ખુરશીઓના ફાયદા અને વિદેશથી લાવી જો ભારતમાં વેચાય તો તગડો નફો મળવાની લાલચ આપી હતી. આ કામના આરોપીઓ નિતનવા ધંધા માટે સમજાવવા અહીં આવતા જતા હતા. આ વહેપારીને ત્યાં ગાજરીપરા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉત્તમભાઈ ઇશ્વરભાઇ ચૌધરી (ટેટોડા તા.ડીસા) અને તેનો મિત્ર આંબાભાઇ દાનાભાઇ પાત્રોડ (ધાખા તા. ધાનેરા) અવાર નવાર આવતા હોવાથી તેમને પણ પરિચય થયો હતો. ગત 12 જૂન 2018ના રોજ ઉત્તમ અને આંબા પાત્રોડ ત્રિકમાજીને મળ્યા હતા અને તેમને પાટણની મોટી વ્યક્તિ સલીમભાઈ ફારુકી સાથે ઓળખાણ છે અને તેને વિદેશમાં મોટા બિઝનેસ ચાલે છે તેમાં અમે ભાગીદારી કરી છે. જેમાં રોકાણ કરવા માટે અમારી પાસે હાલ પૈસા ન હોવાથી વિદેશનો ધંધો રોકાયો છે તેમ કહીં ઉછીના રૂપિયા માંગ્યા હતા અને બેંકના વ્યાજ કરતા વધુ નફા સાથે પરત કરવાની ખાતરી આપી હતી.

Gujarat News: ‘2024 માં અમારો રસ્તો કયો હશે તે વિચાર સાથે આગળ વધીશું’- અમદાવાદ આવ્યા મુકુલ વાસનિક

ઉઘરાણી કરવા ગયા તો મળી જાનથી મારી નાખવાની ધમકી

ત્યારબાદ બે દિવસ પછી તેઓએ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ નામનો લેટર બતાવ્યો હતો. જેના મુજબ તેમને સ્વીટઝર્લેન્ડ પેમેન્ટ ટ્રાન્સફર કરવા અધિકારીઓની નિમણૂક કરાયેલી છે તેમ જણાવી પાટણ ખાતે લાવી રેલવે ફાટક પાસે આવેલા સર્કિટ હાઉસના ગેટની બાજુમાં મકાનમાં મહમદ સલીમ અને તેના ભત્રીજા જાફર સાથે વાતચીત કરાવી હતી. તેમાં વિશ્વાસ બેસતા રૂપિયા 5 લાખ રોકડા અને બીજા 5 લાખ આંગડિયા મારફતે અમદાવાદ મોકલી આપ્યા હતા. આ પછી દર બે ત્રણ દિવસે પૈસા આપ્યા હતા. બે માસ પછી ત્રિકમજીએ તેમના નાણાની ઉઘરાણી ઉત્તમ અને આંબા પાસે કરતા તેઓને પાટણ ખાતે સલીમભાઈ પાસે લઈ આવ્યા હતા. જ્યાં સલીમભાઈ અને તેના ભત્રીજાએ ઉશ્કેરાઈ આ ધંધામાં મારી સાથે મોટા અધિકારી પણ છે અને તેમની સાથે મારે સારા સંબંધો છે એટલે તમે મારું કંઈ બગાડી શકવાના નથી અને ખોટી દલીલ કરી તો તમે તકલીફમાં મુકાઈ જશો તેવી ધમકી આપી હતી. ત્યાર પછી ત્રિકમાજીને આ લોકો પર શંકા જતા તેમણે સેન્ટ્રલ બેન્ક, મંત્રાલય, વિદેશી બેંકના લેટરપેડ અને એન્ટિક વસ્તુના દસ્તાવેજ whatsappથી આપ્યા હોય સંબંધીઓ સાથે સ્થાનિક બેંકમાં જઈને તપાસ કરતા આ તમામ દસ્તાવેજો ખોટા અને બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. તેમની સાથે છેતરપિંડી થયાનું જણાતા તા. 11 જુલાઈ 2022ના રોજ ઉત્તમ ચૌધરી ને મળતા તેણે કાગળ ઉપર વ્યાજ સાથે રૂ. 6 કરોડ બે મહિનામાં પરત આપવાની બાંહેધરી આપી નોટરી સમક્ષ એફિડેવિટ કબૂલાતનામું લખી આપ્યું હતું. જે બે મહિનાનો સમય પૂરો થતાં ઉઘરાણી માટે ફોન કરતા તેમના ફોન રિસીવ થયા ન હતા અને રૂબરૂ મળવા જતા હવે ઉઘરાણી કરતા નહીં તમારા રૂપિયા સલીમ ફારુકી લઈ ગયો છે અને મારી પાસે ઉઘરાણી આવશો તો જીવ બચાવવો કાઠો થઈ જશે તેવી ધમકી આપી હતી. જેને પગલે તેમણે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે મહંમદ સલીમ કાલુમિયા ફારુકી રહે. પાટણ મદની ફલેટ, ઉત્તમ ઇશ્વરભાઇ ચૌધરી રહે.ટેટોડા તા.ડીસા, આંબા દાનાભાઈ પાતરોડ રહે.ધાખા તા.ધાનેરા અને મહંમદ સલીમ ફારુકીનો ભત્રીજો જાફર સૈયદ ગુલામ હુસૈન વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આઈપીસીની જોગવાઈ મુજબ આ ચાર સામે છેતરપિંડી હેઠળ ગુનો નોંધ્યો હતો. જેને તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ વી.આર. ચૌધરીએ હાથ ધરી આરોપી ફારુકી મહમદ સલીમ કાલુમિયા અને તેના ભત્રીજા જફર સૈયદ ગુલામ હુસૈનને પાટણ ખાતેથી ઝડપી લઈ આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો આંબા અને ઉતમને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

ADVERTISEMENT

મહાઠગ સલીમ ફારૂકી અગાઉ પણ વિદેશમાં વેપાર નામે ઠગાઈ કરી ચૂક્યો છે.

આ ગુનામાં સંડોવાયેલા સલીમ ફારૂકી આ અગાઉ વર્ષ 2021માં આવી જ રીતે ધાનેરાના એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હોવાના મામલે પોલીસ હાથે પકડાયો હતો. મહમદ સલીમ જેણે વિદેશમાં ચેર સહિતની એન્ટિક વસ્તુના રૂ.35398 કરોડમાં સોદા નક્કી કર્યાનું જણાવીને તેની પ્રોસેસ માટે રિઝર્વબેન્ક, મિનિસ્ટ્રી ઓફ ઈન્ડિયાના અશોક સ્તંભ સાથેના લેટરપેડ ઉપરાંત સ્વીત્ઝર્લેન્ડ અને ફીડ બેન્કના બનાવટી દસ્તાવેજો ઊભા કરેલા હોવાનો આરોપ છે. ઉપરાંત ત્રિકમાજીએ 14 જૂન 2018 થી 8 નવેમ્બર 2019 સુધી ટુકડે ટુકડે રૂ.5.67 કરોડ રોકડા અથવા હવાલા મારફતે આપ્યા હોય આ બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT