Banaskantha News: ‘તારી મા રોજ કંકાસ કરતી હતી એટલે મેં તેને પતાવી દીધી’ હત્યા અંગે પિતાએ દિકરાને કહ્યું
Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા ગામે એક ચકચારી હત્યાની ધટના બની હતી. જ્યાં નજીવી બાબતે દંપતી વચ્ચે તકરાર થતાં પતિએ પત્નીના માથા તેમજ…
ADVERTISEMENT
Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા ગામે એક ચકચારી હત્યાની ધટના બની હતી. જ્યાં નજીવી બાબતે દંપતી વચ્ચે તકરાર થતાં પતિએ પત્નીના માથા તેમજ શરીરના ભાગે કુહાડીના ઘા મારી તેની ક્રૂર હત્યા કરી નાખી હતી. એને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પત્નીનો મૃતદેહ વડગામ રેફરલમાં પીએમ અર્થ ખસેડવામાં આવ્યો છે. વડગામ પોલીસ મથકે પુત્રએ પિતા સામે માતાની હત્યાને લઈ ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે આરોપી પિતાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
કેવી રીતે બની હતી સમગ્ર ઘટના
પતિ-પત્ની વચ્ચે થતી તકરાર સભ્ય સમાજમાં મીઠો ઝઘડો મનાય છે. જોકે તેની ગંભીર અસરો પણ ઘણી ઘટનાઓમાં જોવા મળે છે. આવી એક ઘટના બનાસકાંઠા જિલ્લાના વડગામ શેરપુરા ગામેથી સામે આવી છે. જ્યાં નજીવી બાબતે રોજબરોજ થતી તકરારમાં પતિએ ઉશ્કેરાઈને પત્નીને કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનાની વિગત જોઈએ તો વડગામ તાલુકાના શેરપુરા ગામે રહેતા નવાજી ઠાકોર તેમજ તેમની પત્ની કુંવરબેને સુખી જીવન ગુજારી રહ્યા હતા. તેમને ત્રણ સંતાન છે. ત્રણેય સંતાનના લગ્ન પણ થઈ ગયા છે. ત્યારે આ દંપતી વચ્ચે નજીવી બાબતે અનેક વખત તકરારો થતી હતી. થોડા દિવસ અગાઉ કુંવરબેન અને નવાજી બંને પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી, જેથી કુંવરબેન રિસાઈને ચિત્રોડા પોતાના પિયરે જતા રહ્યા હતા. જોકે બે દિવસ બાદ તેમના કુટુંબીજનો ચિત્રોડાથી કુંવરબેનને સમજાવીને ઘરે પરત લાવ્યા હતા.
જામનગરમાં ઈકો-ટ્રેક્ટર વચ્ચે ભયંકર ટક્કર, ધર્મગુરુ સહિત એક જ પરિવારના 3નાં મોત
આ દરમિયાન ગઈકાલ સાંજે પતિ નવાજી અને પત્ની કુંવરબેન ખેતરમાં પશુઓને ચારો-પૂળો કરવા ગયા હતા. ત્યારે પતિ-પત્ની વચ્ચે ફરી નજીવી બાબતે કંકાસ થયો હતો, જેથી પતિએ આવેશમાં આવીને ખેતરમાં છાપરા પાસે પત્નીના માથાના તેમજ શરીરના ભાગે કુહાડીના ઘા માર્યા હતા. જેથી પત્ની લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડી હતી. ગંભીર ઈજા પહોંચતાં પત્નીનું મોત થયું હતું.
ADVERTISEMENT
હત્યારા પિતાએ પુત્ર સમક્ષ ગુનાની કરી કબૂલાત
આ હિચકારા બનાવ બાદ હત્યારા પતિ નવાજીએ ઘરે જઈને પુત્રને કહ્યું, તારી મા દરરોજ મારી સાથે નાની નાની બાબતોમાં ઝઘડા-કંકાસ કરતી હતી. જેથી આજે સાંજના છ વાગ્યે મેં તારી માને આપણા ખેતરમાં છાપરાં પાસે કુહાડીના ઘા મારીને પતાવી નાખી છે. જેથી પુત્રે દોડતો ખેતરમાં ગયો અને જઈને જોયું તો તેની માતા લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવી હતી. જેથી તેણે અન્ય પરિવારજનોને જાણ કરતા પોલીસની મદદથી હત્યારો પતિ જેલ હવાલે થયો હતો.
(ધનેશ પરમાર, બનાસકાંઠા)
ADVERTISEMENT