બનાસકાંઠામાં દોઢ વર્ષના બાળકનું દાડમના દાણાના કારણે મૃત્યુ, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

ADVERTISEMENT

gujarattak
social share
google news
Banaskantha News: દાડમ સ્વાદિષ્ટ હોવાથી સાથે ન્યૂટ્રિઅન્ટ્સથી પણ ભરપૂર હોય છે. દાડમ ખાવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા મળે છે. માત્ર દાડમનું ફળ જ નહીં પણ તેના પાનનો પણ ઔષધી તરીકે ઉપયોગમાં કરી શકાય છે. દાડમનો એક-એક દાણો અનેક ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ આ દાડમના કારણે બનાસકાંઠા જિલ્લામાં એક માસુમ બાળકનું મોત નિપજ્યું છે. જી હાં, તમે બરાબર વાંચ્યું છે બનાસકાંઠાના દિયોદરમાં દાડમનો દાણો ગળામાં ફસાઈ જતાં દોઢ વર્ષના માસુમ બાળકનું મૃત્યુ નિપજ્યું છે. માસુમના અકાળે અવસાનથી પરિવારમાં શોકની કાલિમા છવાઈ જવા પામી છે.

જેનીલના પિતરાઈ મોટાભાઈનો હતો જન્મદિવસ

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ગોકુલનગરમાં જીગરભાઈ શંભુલાલ તન્નાના દીકરા હર્ષનો જન્મ દિવસ હતો. જેથી જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી. આ દરમિયાન જીગરભાઈના ભાઈ પિયુષભાઈનો દોઢ વર્ષનો દીકરો જેનીલ કિલ્લોલ કરી રહ્યો હતો.

દાડમનો દાણો શ્વાસ નળીમાં ફસાઈ ગયો

આ દરમિયાન કેક કાપ્યા હતા, બાળકોને બટાકા પૌઆનો નાસ્તો આપવામાં આવ્યો હતો. આ દરમિયાન જેનીલ બટાકા પૌઆમાં નાખેલા દાડમના દાણાને ખાઈ ગયો હતો. જેથી એક દાણો જેનીલની શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો. જેના કારણે શ્વાસ રૂંધાતા તે તડફડીયા મારવા લાગ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા

પરિવારમાં શોક

જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું. આક્રંદ રુદન સાથે પરિવારજનો શોકમય બની ગયા હતા. તો માતા-પિતા હોસ્પિટલમાં જોર જોરથી માથું પકડીને રડવા લાગ્યા હતા. પરિવારના હૈયાફાટ રુદનથી હાજર તમામની આંખો છલકાઈ ગઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT