Banaskantha News: રાજસ્થાનથી ગુજરાતમાં કાળુ નાણું ઘૂસાડવાનો પર્દાફાશઃ કારની ડિક્કીમાંથી મળ્યા 3.15 કરોડ રૂપિયા રોકડા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Banaskantha News: ગુજરાતને અડીને આવેલા રાજસ્થાન બોર્ડર પરથી અવાર નવાર, ગુજરાત પોલીસ અને રાજસ્થાન પોલીસને માદક દ્રવ્યો, વિદેશી દારૂ તેમજ નશા કારક પદાર્થો ઉપરાંત રોકડ રકમ વાહનોમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં ઘૂસાડવાના પ્રયાસો કરનારા શખ્સો પકડાતા હોય છે. ત્યારે આવા જ એક બનાવમાં રાજસ્થાનની માવલ પોલીસ ચેકપોસ્ટ પરથી પોલીસે બાતમીના આધારે એક કારમાં રાજસ્થાન તરફથી ગુજરાતમાં લઇ જવાતા 3.15 કરોડ રૂપિયા સાથે બે લોકોની અટકયયાત કરતા ચકચાર મચી છે. આ મામલામાં પોલીસના હાથે ઝડપાયેલા બન્ને શકમંદો ગુજરાતના છે.

RAJKOT માં ફૂડ માર્કેટનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો દટાયા, 1 મોતની આશંકા

ચૂંટણી પહેલા મોટી રોકડ ઝડપાઈ

પાડોશી સરહદી રાજ્ય રાજસ્થાનની માવલ પોલીસ ચેકપોસ્ટ પર સિરોહી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આગામી આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોઈ ગેરકાનૂની કર્યો ન થાય તે માટે કડક તપાસની સૂચના અપાતા રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશવાના મુખ્ય દ્વારા ગણાતી માવલ ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા ગોઠવી દરેક વાહનોને બારીકાઇથી તપાસ કરવામાં આવી રહી છે. જોકે તે દરમિયાન રાજસ્થાન તરફથી પૂરઝડપે આવતી ગુજરાત પાસિંગની કાર શકમંદ જણાતાં તેને રોકવામાં આવી હતી. જે બાદ તેમાં તપાસ કરતા કારની ડિક્કીમાં 3.15 કરોડ રોકડ રકમના બંડલો મળી આવ્યા હતા. આ રકમ ક્યાંથી લાવ્યા અને કોને આપવાની છે? કોઈ નક્કર પુરાવા પોલીસના વગેરેનો સવાલોનો કોઈ સંતોષકારક જવાબ કારમાં સવાર બે વ્યક્તિઓ આપી શક્યા નહીં. જેથી બન્નેની માવલ પોલીસે અટકાયત કરી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં લઇ જવતી ભારે માત્રામાં રોકડ રકમ ક્યાં કારણોથી લઇ જવામાં આવતી હતી અને પકડાયેલી રકમ કાયદેસર છે કે ગેરકાનૂની? તેની તપાસ રાજસ્થાન પોલીસ કરી રહી છે. જ્યારે રાજસ્થાન પોલીસે આ અંગે ઇન્કમટેક્ષ વિભાગને પણ જાણ કરી હતી. ત્યારે સવાલ એ પણ થાય છે કે આખરે આ રકમનો ખરો માલિક કોણ છે? અને મોકલનારો કોણ? કારણ કે હવે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ પણ વિવિધ રીતે તૈયારીઓ કરી દીધી છે. જેથી ચૂંટણી પહેલા પકડાયેલી આ મોટી રકમનો ખરો માલિક કોણ છે તે જાણવું જરૂરી બન્યું છે. શક્ય છે કે આગામી સમયમાં આ અંગે પોલીસ યોગ્ય ખુલાસો કરે.

(ધનેશ પરમાર,બનાસકાંઠા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT