બનાસકાંઠામાં ટ્યુશને જતી સગીરા ગેસ્ટ હાઉસમાંથી મળી, મારી નાખવાની ધમકી આપી યુવકે આચર્યું દુષ્કર્મ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાના ભાભરમાં ટ્યુશન માટે ગયેલી સગીરા ઉપર ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જોકે ગેસ્ટહાઉસ ભાભરના ભાજપના શહેર પ્રમુખનું હોવાનો કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આક્ષેપ કરતાં રાજકારણ ગરમાયું છે. જ્યારે બીજી તરફ ભાજપ શહેર પ્રમુખ અમરતભાઈ માળીએ ગેનીબેનના આક્ષેપને ફગાવ્યા હતા અને કોર્ટમાં બદનક્ષીનો કેસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

બનાસકાંઠાના ભાભરમાં સગીર વયની યુવતી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ટ્યુશન ગયેલી યુવતી ભાભરના ફોર્ચ્યુન ગેસ્ટ હાઉસમાંથી મળી આવી હતી. ફોર્ચ્યુન ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યની યુવતીની માતાએ ફરિયાદ નોંધાવી છે, ભાભર પોલીસે સુરજસિંહ રાઠોડ નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જોકે બળાત્કારની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે આ ગેસ્ટહાઉસ ભાભરના ભાજપના શહેર પ્રમુખ અમરત માળીનું છે અને આ ગેસ્ટહાઉસમાં માસૂમ બાળાઓનું યોનશોષણ થઈ રહ્યું છે. જેથી પોલીસ યોગ્ય તપાસ કરે. જોકે ગેનીબેનના આક્ષેપોને લઈને અમરત માળીએ ગેનીબેન ઠાકોર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, મારા નામે કોઈ જ ગેસ્ટહાઉસ કે હોટલ નથી.

ADVERTISEMENT

તેમણે કહ્યું કે, ધારાસભ્ય ગેનીબેનના ભ્રષ્ટાચાર મામલે મેં તેમના વિરુદ્ધ જિલ્લા કલેકટરમાં લેખિત રજુઆત કરતા ગેનીબેન મારૂં નામ બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે બાળકી પર ઘટના ઘટી તે દુઃખદ છે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ હોટલ મારી છે જ નહીં કે મેં ભાડે આપી પણ નથી. જોકે ગેનીબેને આ વિસ્તારમાં કરોડોના ભ્રષ્ટાચાર કર્યો છે. તેમને પોતાના દીકરા તેમજ સગાઓના નામે ભ્રષ્ટાચાર કર્યો છે, ગેનીબેને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા કારસા કર્યા છે, ગેનીબેન દ્વારા મારી છબી ખરડતાં હું તેમની સામે માનહાનીનો દાવો કરીશ.

    follow whatsapp

    ADVERTISEMENT