બનાસકાંઠામાં કોંગ્રેસના MLAએ અધવચ્ચે બસ રોકાવી તપાસ કરતા ઘેટાં-બકરાની જેમ ભરેલા પેસેન્જર મળ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Banaskantha News: બનાસકાંઠામાં અંતરિયાળ વિસ્તારમાં એસ.ટી બસમાં હાલાકી પડતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. બસની અનિયમિતતાના કારણે શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓને હાલાકી પડતી. આ વચ્ચે દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ અચાનક પાલનપુરથી અમીરગઢ જતી બસને અધવચ્ચે રોકાવીને ચેકિંગ કર્યું હતું. જેમાં 60ની ક્ષમતા સામે બસમાંથી 120 પેસેન્જરો મળતા તેમણે સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

વિદ્યાર્થીઓની ફરિયાદ પર ધારાસભ્યનું રિયાલિટી ચેક

હકીકતમાં વિદ્યાર્થીઓ દ્વારા દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને એસ.ટી બસમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ કરી હતી. જેને લઈને ધારાસભ્યએ એસ.ટી વિભાગ અને સરકારમાં રજૂઆત કરી હતી. જોકે વિદ્યાર્થીઓની સમસ્યા જાણવા તેઓ પોતે તપાસ કરવા માટે પહોંચ્યા હતા અને પાલનપુરથી અમીરગઢ જતી બસમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

બસમાં ઘેટા-બકરાની જેમ પેસેન્જરો ભરેલા મળ્યા

ધારાસભ્યએ રોડ પર બસને અટકાવીને અંદર બેઠેલા પેસેન્જરોની ગણતરી કરી હતી. ત્યારે તેઓ પોતે પણ ચોંકી ગયા હતા. બસમાં 60ની કેપેસિટીની સામે 120 પેસેન્જરો મુસાફરી કરતા મળ્યા હતા. જે બાદ ધારાસભ્યએ સરકાર અને એસ.ટી વિભાગને સૂચના આપવા બાદ પણ કામગીરી ન કરતા આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્રને અનેક રજૂઆતો કરવા છતા અમારા વિસ્તારમાં બસો કાપવામાં આવે છે. બસોનું લિસ્ટ બનાવીને મેં ડીસીને મોકલ્યું હતું. બસો સમયસર આવતી નથી, સંખ્યા પ્રમાણે બસો મૂકવામાં આવતી નથી આથી દીકરા-દીકરીઓને ઘેટા-બકરાની જેમ ભરાવું પડે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT