બનાસકાંઠા કોંગ્રેસે કમા મામલે રાહુલ ગાંધી પર થયેલી ટિપ્પણીને લઈ કર્યું વિરોધ પ્રદર્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠાઃ બનાસકાંઠાના અંબાજી ખાતે કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાના કમા અને રાહુલ ગાંધીની સરખામણી કરતા નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનું કહેવું છે કે કમા અને રાહુલ ગાંધીની તુલના કરી હાંસી ઉડાવવી તે અસહ્ય છે. તેમણે આજે શનિવારે મધ્યપ્રદેશના મંત્રીની હાય હાયના નારા લગાવ્યા હતા.


કોંગ્રેસના નેતાઓ થયા લાલઘુમ
અંબાજીમાં ગુજરાત ગૌરવ આદિવાસી યાત્રાના સમાપન દરમિયાન મધ્યપ્રદેશના બે મંત્રી આવ્યા હતા. ભાજપના આ નેતાઓ અને મધ્યપ્રદેશના મંત્રી સાથે અંબાજીના ભગવતી પાર્ટી પ્લોટમાં કાર્યકરો અને નેતાઓ સાથેનું ઉદબોધન કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના તબીબી શિક્ષણમંત્રી વિશ્વાસ કૈલાસ સારંગે દાતા સીટ પર ભાજપનું કમળ ખીલે તે માટે અહીં ઉદબોધન કર્યું હતું. જોકે ત્યારે તેમણે કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર કટાક્ષ કર્યો હતો અને રાહુલ ગાંધીને કમા સાથે સરખાવ્યા હતા. આ બાબતથી ત્યાં હાજર લોકો હસી પડ્યા હતા પરંતુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો લાલઘુમ થઈ ગયા હતા.


વધુ ઉગ્ર દેવાવો કોંગ્રેસ કરશે
શનિવારે આ મામલાને લઈને ખોડીવડલી પાસે કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. કમા સાથે રાહુલ ગાંધીની તુલનાથી અકળાયેલા કોંગ્રેસના કાર્યકરોએ અહીં છાતી કુટી અને મધ્યપ્રદેશના નેતાઓની હાય હાય બોલાવી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં તેઓ આ મામલે વધુ ઉગ્ર દેખાવો કરશે તેવું જણાવ્યું હતું.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ શક્તિસિંહ રાજપૂત)

    follow whatsapp

    ADVERTISEMENT