VIDEO: બનાસકાંઠામાં ફિલ્મી સ્ટંટ જેવો વિચિત્ર અકસ્માત, કાર 6 ફૂટ ઊંચી દિવાલ કૂદીને ખેતરમાં પડી
ધનેશ પરમાર/બનાસકાંઠા: ઘાનેરાના સામરવાડા ગામ પાસે એક વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી. જેમાં રોડ પર પૂરપાટ ઝડપે ચાલી રહેલા કાર પર ચાલકે કાબુ ગુમાવી દેતા…
ADVERTISEMENT
ધનેશ પરમાર/બનાસકાંઠા: ઘાનેરાના સામરવાડા ગામ પાસે એક વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી. જેમાં રોડ પર પૂરપાટ ઝડપે ચાલી રહેલા કાર પર ચાલકે કાબુ ગુમાવી દેતા કાર પલટી મારીને 6 ફૂટ ઊંચી દિવાલ કૂદી ગઈ હતી. ઘટનામાં કારચાલકનો બચાવ થયો હતો. જોકે આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
પૂરપાટ આવતી કાર પર ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો
વિગતો મુજબ, બનાસકાંઠાના ધાનેરામાં સામરવાડા પાસે પૂરઝડપે કાર હંકારી રહેલો એક ચાલક પેટ્રોલ પંપમાં ઘુસી ગયો હતો. કારની સ્પીડ એટલો વધારે હતી કે તે કંઈ સમજે તે પહેલા જ કાર દિવાસ સાથે અથડાઈ અને પલટીને મારીને 6 ફૂટ ઊંચી દિવાલ કૂદીને બાજુના ખેતરમાં પડી હતી. અકસ્માતમાં કારનો સંપૂર્ણ પણે બુકડો બોલી ગયો હતો અને મોટું નુકસાન થયું હતું.
સાઉથની ફિલ્મના સ્ટંટ જેવો અકસ્માત
કોઈ સાઉથની ફિલ્મના સ્ટંટ જવાના આ અકસ્માતની સંપૂર્ણ ઘટના પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે અકસ્માતની ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો હતો, પરંતુ તે કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સમયે પેટ્રોલ પંપ પર કોઈ વ્યક્તિ ના હોવાના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.
ADVERTISEMENT
બનાસકાંઠાના ધાનેરામાં કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને 6 ફૂટ ઊંચી દિવાલ કૂદી ગઈ, જુઓ VIDEO#Accident #CCTV #Banaskantha pic.twitter.com/ZDpRU6YsD5
— Gujarat Tak (@GujaratTak) August 5, 2023
ADVERTISEMENT