Banaskantha accident news : થરાદ-ડીસા હાઇવે પર સર્જાયો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોને કાળ ભરખી ગયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Banas kantha accident news : રાજ્યમાં દિવસેને દિવસે રોડ અકસ્માતમાં કેટલાય લોકો જીવ ગુમાવે છે. એવામાં હાલ બનાસકાંઠાના થરાદ-ડીસા હાઈવે પર એક ભયાનક દુર્ઘટના સર્જાય છે. આ અકસ્માતમાં 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.

કારમાં સવાર 4 લોકોએ જીવ ગુમાવ્યા

થરાદ-ડિસા હાઈવે પર ખોરડા ગામ પાસે એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. ટ્રક ચાલકે કારને અડફેટે લીધી હતી. જેને કારણે કારમાં સવાર 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. તમામ મૃતક વાવના ડાભલિયા વાસના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને પગલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા.

ADVERTISEMENT

ડાંગ જિલ્લામાં પણ સર્જાયો હતો અકસ્માત

ગઇકાલે પણ ડાંગ જિલ્લાના સાપુતારા પાસે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકની બ્રેક ફેલ થતાં પલ્ટીને પ્રવાસી કાર પર પડતા કારનો બુકડો થઈ ગયો હતો. જેના કારણે ચાર પ્રવાસી લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે જેના કારણે તેમને હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા. અકસ્માત થતાં તરત જ સ્થાનિકો લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT