વડોદરામાં પાણીપુરી વેચવા પર પ્રતિબંધ, મનપાએ આ કારણે લીધો આકરો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક, વડોદરા: પાણીપુરીનું નામ સાંભળતા જ તમારામાંથી મોટાભાગના લોકોના મોઢામાં પાણી આવી જતું હશે. ગુજરાતીઓ અને ખાસ કરીને શહેરી વિસ્તારના લોકોમાં પાણીપુરી માટે ભારે ક્રેજ જોવા મળે છે. ત્યારે વડોદરામાં છેલ્લા બે દિવસથી પાણીપુરીની લારી પર તવાઈ આવી છે. આ દરમિયાન વડોદરામાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને 10 દિવસ સુધી પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં ચોમાસાને લઈ પાણીજન્ય રોગોમાં અચાનક વધારો થયો છે. અને અનેક હોસ્પિટલોમાં પાણીજન્ય રોગોથી પીડાતા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી શહેરમાં પાણીપુરીની લારીઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરની અનેક હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે જેને લઇને મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને છેલ્લા બે દિવસથી શહેરના વિવિધ વિસ્તારમાં પાણીપુરીની લારીઓ ઉપર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી ચકાસણી હાથ ધરવામાં આવી હતી કેટલી પાણીપુરીની લારીઓ પર અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો.

10 દિવસ સુધી પાણીપુરીની લારી પર પ્રતિબંધ
જેના કારણે મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય કરાયો છે અને આગામી 10 દિવસ સુધીમાં શહેરની તમામ પાણીપુરીની લારીઓ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જો કોઈ વિક્રેતા પાણીપુરી વેચતો નજરે પડશે તો તેની સામે દંડની કાર્યવાહીની સાથે સાથે કડક રહે કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાનગરપાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

જાણો શું કહ્યું ડેપ્યુટી કમિશ્નરે
આ મામલે વડોદરા મનપાના ડેપ્યુટી કમિશ્નર અર્પિત સાગરે કહ્યું કે, કમિશ્નરે આદેશ કયો હતો કે પાણી પૂરીનું જ્યાં જ્યાં વેચાણ થાય છે. જ્યાં લારીમાં વેંચાણ થાય છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. હવે 10 થી 15 દિવસ ફક્ત પાણી પૂરી જ નહીં પરંતું બટાકાની વસ્તુમાં વેચાણ કરવામાં આવે છે. તેનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. કાલે પણ 200 કિગ્રા જેટલો અખાધ્ય પદાર્થનો નાશ કરવામાં અવાયો હતો. હજુ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હોસ્પિટલમાં દર્દીઓ સતત વધી રહ્યા છે. બીજી તરફ ટાઈફોડના કેસ પણ મળી આવ્યા છે. તો તાત્કાલિક આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT