બાલાસિનોર નગરપાલિકાએ દેવાળુ ફૂંક્યું? 2-2 નોટિસ છતાં 2.87 કરોડનું બિલ ન ભરતા MGVCLએ કનેક્શન કાપ્યું
વીરેન જોશી/મહીસાગર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરના તમામ રોડ રસ્તાઓ પર અંધારપટ છવાયું છે. જેનું કારણ છે બાલાસિનોર નગરપાલિકા દ્વારા MGVCLના બાકી નાણાં નહીં ભરવામાં આવતા વીજ…
ADVERTISEMENT
વીરેન જોશી/મહીસાગર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરના તમામ રોડ રસ્તાઓ પર અંધારપટ છવાયું છે. જેનું કારણ છે બાલાસિનોર નગરપાલિકા દ્વારા MGVCLના બાકી નાણાં નહીં ભરવામાં આવતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. બાલાસિનોર નગર પાલિકા પાસે MGVCL 2.87 કરોડ વીજ બિલ પેટે માગી રહી છે. જે સંદર્ભે MGVCL દ્વારા બાલાસિનોર નગરપાલિકાએ વીજ બિલ ન ભરતા આખરે સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખ્યું હતું. શહેરમાં અંધારપટ છવાયું છે પ્રાથમિક માહિતી પ્રમાણે 2 કરોડને 87 લાખ રૂપિયા વીજ બિલ બાકી હોવાથી આ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.
MGVCLએ 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું
MGVCL દ્વારા નગરપાલિકાને 2 થી 3 વાર નોટિસ ફટકારવામાં આવી અને અંતે સ્ટ્રીટ લાઈટનું વીજ કનેક્શન કાપી નાખવા 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. છતાં પાલિકા વીજ બિલ ન ભરતા આખરે સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. રોડ રસ્તાઓ પર અંધારપટ છવાતાં લોકોને ભારે હલાકી પડી રહી છે.
ADVERTISEMENT
2 વખત નોટિસ આપી છતાં આખું બીલ ન ભર્યું
ગુજરાત Tak સાથે વાત કરતા MGVCLના અધિકારી એમ.ડી સોલંકીએ જણાવ્યું હતું કે, આ અગાઉ ગત માર્ચ મહિનામાં પણ બાલાસિનોર નગરપાલિકા દ્વારા બાકી નાણાં નહિ ભરવામાં આવતા એમજીવીસીએલ દ્વારા અડધા કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. જ્યારે આ વખતે ફરી એકવાર નગરપાલિકાને એમજીવીસીએલ દ્વારા બે વાર 24 કલાકનું અલ્ટીમેટમ આપતી નોટીસ આપવા છતાં ફક્ત બે લાખ રૂપિયા બે વાર આપવામાં આવ્યા હતા. જે આટલી મોટી બાકી રકમ સામે યોગ્ય ન લાગતા એમજીવીસીએલ દ્વારા બાલાસિનોર શહેરના બધા જ 21 જેટલા સ્ટ્રીટ લાઈટના વીજ કનેક્શન કાપી નાખતા સમગ્ર શહેરના રસ્તાઓ પર અંધારપટ છવાયો છે.
બીલ નહીં ભરાય ત્યાં સુધી કનેક્શન નહીં જોડાય
તેમણે આગળ ઉમેર્યું હતું કે, જ્યાં સુધી બાકી નાણાં નહીં ભરે ત્યાં સુધી વીજ જોડાણ નહીં આપવામાં આવે. કારણકે મારી પાસે કોઈ સત્તા નથી. આ બાબતે ઉપલી ઓથોરિટી સાથે નગરપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ ચર્ચા કરી શકે છે. અને ઉપલી ઓથોરિટી સાથે યોગ્ય નિકાલ થશે અને મને જાણ કરશે તો હું ફરી વીજ કનેક્શન ચાલુ કરાવી શકીશ. જ્યાં સુધી ઉપલી ઓથોરિટીનો આદેશ નહીં આવે ત્યાં સુધી વીજ કનેક્શન જોડવામાં નહી આવે.
ADVERTISEMENT
ADVERTISEMENT