ધ્રાંગધ્રામાં બાલા હનુમાન મંદિરના મહંત વિજયગીરી બાપુની તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકીને ઘાતકી હત્યા
Surendranagar News: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કુડા રોડ ઉપર આવેલા બાલા હનુમાનજી મંદિરના મહંતની તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકીને હત્યા…
ADVERTISEMENT
Surendranagar News: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કુડા રોડ ઉપર આવેલા બાલા હનુમાનજી મંદિરના મહંતની તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકીને હત્યા કરી નાખવામાં આવી છે. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. હાલમાં લૂંટના ઈરાદે મહંતની હત્યા કરાઈ હોવાની આશંકાએ પોલીસે હત્યારાઓની તપાસ શરૂ કરી છે.
લૂંટના ઈરાદે મહંતની હત્યાની શંકા
મીડિયો વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-કુડા રોડ પર આવેલા બાલા હનુમાનજી મંદિરના મહંત દયારામ ઉર્ફે વિજયગીરી બાપુ શુક્રવારે સવારે મંદિરની ઓરડીમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ઘટના અંગે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. વહેલી સવારે 4 વાગ્યે અજાણ્યા 5 શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકીને મહંતની હત્યા કરાઈ હોવાની આશંકા છે.
10 દિવસથી મંદિરમાં મહંત હતા
પોલીસને તપાસ કરતા ઓરડીમાંથી માલ-સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. જેના કારણ લૂંટના ઈરાદે તેમની હત્યા કરાઈ હોવાની આશંકા છે. મહંત દયારામજી છેલ્લા 10 વર્ષથી મંદિરમાં મહંત તરીકેની સેવા આપતા હતા. નોંધનીય છે કે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠી રહ્યા છે. છેલ્લા 8 દિવસમાં ધ્રાંગધ્રામાં આ બીજો હત્યાનો બનાવ છે. મહંતની હત્યાને લઈને ભક્તોમાં રોષ ફેલાયો છે.
ADVERTISEMENT
(ઈનપુટ: સાજિદ બેલિમ)
ADVERTISEMENT