‘પગાર આપો સરકાર, હક માંગીએ છીએ ભીખ નહીં’, 4 મહિનાથી આરોગ્ય કર્મીઓ પગારથી વંચિત
વીરેન જોશી/મહિસાગર: મહિસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા વર્ગ ચારના કરાર આધારિત કર્મચારીઓનો પગાર છેલ્લા ચાર મહિનાથી નહીં થતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જેની…
ADVERTISEMENT
વીરેન જોશી/મહિસાગર: મહિસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા વર્ગ ચારના કરાર આધારિત કર્મચારીઓનો પગાર છેલ્લા ચાર મહિનાથી નહીં થતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જેની શરૂઆત ખાનપુર તાલુકાના બાકોર સામુહિક આરોગ્ય કેન્દ્રથી થઈ છે. સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને પગાર નહિ મળતા આ કારમી મોંઘવારીમાં જીવન નિર્વાહ કેવી રીતે પૂરું કરવું જેને લઈને કરાર આધારિત નોકરી કરતા વર્ગ ચારના કર્મીઓ પરેશાન છે જેને લઈને આજે આંદોલન છેડયું છે.
કર્મચારીઓએ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરથી લઈને જિલ્લા આરોગ્ય અધિકારી સુધી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં પગાર થતો નથી. જેના કારણે કર્મચારીઓને પોતાના ઘરનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે છેવટે પગાર ન થતા બુધવારે કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરી સરકારને જગાડવા માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. આરોગ્ય વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓને પગાર ન મળતા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે એક કર્મચારીએ તો પગાર નહિ મળતા આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. પગારની બાબતે સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રીટેડન્ટને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આવનાર બે ત્રણ દિવસમાં પગાર કરી દેવામાં આવશે. ત્યારે હવે જોવું રહ્યું કે વારંવાર રજુઆત કરવા છતાં છેલ્લા ચાર મહીનાથી પગાર નહિ મળતા પગારથી વંચિત વર્ગ ચારના કરાર આધારિત કર્મચારીઓ દ્વારા આંદોલન શરૂ કરતાં હરકતમાં આવેલ આરોગ્ય વિભાગ દ્વારા અગામી સમયમાં પગાર થઈ જશે તેમ કહેનાર અધિકારી આ આંદોલનકારી કર્મચારીઓને પગાર અપાવી કર્મચારીઓની મુશ્કેલીઓની અંત લાવશે કે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT