ગાંધીનગર વિધાનસભા સામે બજરંગદળે કાયદાના લીરેલીરા ઉડાડ્યાં, હુડદંગથી ભાગદોડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : નવપરણિત દંપત્તી કે કપલ્સ પણ જેની કાગડોળે રાહ જોતા હોય છે તેવો વેલેન્ટાઇન ડે આજે છે. માતા પિતાને વિવિધ બહાના બનાવીને કપલ્સ વિવિધ સ્થળો પર મળીને પોતાના પ્રેમનો એકરાર કરી રહ્યા છે. જો કે આ રંગમાં ભંગ પાડવા માટે બજરંગ દળ પણ પાછુ પડે તેમ નથી. પ્રતિ વર્ષ પ્રેમી જોડાઓને જેટલી રાહ વેલેન્ટાઇન ડે ની રહેતી હોય છે તેટલી જ રાહ બજરંગ દળ અને તેના કાર્યકર્તાઓને રહેતી હોય છે. બજરંગ દળ સમગ્ર રાષ્ટ્રમાં તમામ પ્રેમિઓના મનપસંદ સ્થળો પર કાર્યકર્તાઓને ભગાડતા હોય છે.

સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં એકાંત માણી રહેલા કપલ્સને દોડાવ્યા
જો કે બજરંગ દળ દ્વારા આજે ગાંધીનગરના સેન્ટ્ર વિસ્ટા ગાર્ડનમાં પણ હોબાળો કરવામાં આવ્યા હતા. મોટા પ્રમાણમાં ઘટના સ્થળે પહોંચેલા કાર્યકર્તાઓએ એકાંતની પળો માણી રહેલા કપલ્સને દોડાવી દોડાવીને બહાર કાઢ્યા હતા. યુવકો અને યુવતીઓ બજરંગ દળના કાર્યકર્તાઓ આવતા ભાગ્યા હતા. સમગ્ર ગાર્ડનમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

જયશ્રી રામના નારાઓ સાથે બજરંગ દળે આખા ગાર્ડનમાં હુડદંગ મચાવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાયદાકીય રીતે બિનકાયદેસર છે. જો કે કપલ્સ પણ બિનકાયદેસર રીતે મળતા હોવાના કારણે તેઓ પણ અવાજ ઉઠાવી શકતા નથી અને આ ચક્ર ચાલ્યા કરે છે. પોલીસ અને સરકાર બજરંગ દળને નાથાના અનેક નિષ્ફળ પ્રયાસો કરે છે. જો કે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન કે જે ગુજરાત વિધાનસભાની સામે આ પ્રકારની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠ્યા છે. કાયદા જ્યાં બનતા હોય છે તે જ વિધાનસભાની સામે કાયદાનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો હતો. આનાથી વરવુ દ્રષ્ટ ગુજરાત માટે કયું હોઇ શકે?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT