બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં કેમ મૂકવામાં આવી વિશાળ આકારની ગદા !
સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાતમાં દસ દિવસના કાર્યક્રમ માટે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સુરત ખાતે દિવ્ય દરબાર કરશે. આ પહેલા તેમણે બિઝનેસમેન લવજી બાદશાહના લક્ઝૂરિયસ…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાતમાં દસ દિવસના કાર્યક્રમ માટે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સુરત ખાતે દિવ્ય દરબાર કરશે. આ પહેલા તેમણે બિઝનેસમેન લવજી બાદશાહના લક્ઝૂરિયસ ફાર્મ હાઉસમાં ઉતારો આપવામાં આવ્યો છે. ભાજપના નેતાઓથી લઈ મોટા ધંધાદારીઓ પણ અચાનક બાબાના પરમભક્ત બની તેમના પગમાં બેસેલા જોવા મળ્યા હતા, માથું નમાવતા જોવા મળ્યા હતા. દરમિયાન બાબાના કાર્યક્રમ માટે 20 ફૂટની ગદા આવી તેનું એક અલગ જ આકર્ષણ જોવા મળ્યું હતું.
MI Vs GT મેચમાં વરસાદ નડશે તો કોણ રમશે IPLની ફાઈનલ? જાણો શું છે નિયમ
સ્ટેજ પાછળ મુકાઈ 20 ફૂટની ગદા
સુરતના લિંબાયત વિસ્તારના નીલગીરી મેદાનમાં આજે વાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દરબાર લાગવાનું છે ત્યારે આ દિવ્ય દરબાર ની મંચની ઠીક પાછળ એક 20 ફૂટ જેટલી લાંબી હનુમાનજીની ગદા મૂકવામાં આવી છે. આ ગદા લઈને અહીં આવેલા ટેમ્પો પર એક હોર્ડિંગ લગાવાયું હતું કે ચલો ગુજરાતથી લઈને દિલ્હી સુધી, સનાતન જ્યોત યાત્રા. જેના પર એક લોગો પણ મુકવામાં આવ્યો હતો જેમાં નમો સેના એવું લખવામાં આવ્યું હતું. આપણે ત્યાં મોટા ભાગે નમો શબ્દ નરેન્દ્ર મોદી માટે વપરાતો હોય છે તેવું આપણે ત્યાં લોક માનસમાં મનાવા લાગ્યું છે. આ વિશાળ આકારની ગદાને લઈને ભાજપના કોર્પોરેટર ડોક્ટર નરેન્દ્ર પાટિલ શું કરી રહ્યા છે, આવો સાંભળીયે.
ADVERTISEMENT
ADVERTISEMENT