‘બાગેશ્વર બાબા’ના આજથી ગુજરાતમાં, 500 બાઉન્સરો-1500 સ્વયંસેવકો સુરક્ષામાં રહેશે, જાણો 10 દિવસનો કાર્યક્રમ
અમદાવાદ: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આજથી ગુજરાતમાં દિવ્ય દરબાર શરૂ થઈ રહ્યો છે. જેને પગલે તેમના આયોજકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.…
ADVERTISEMENT
અમદાવાદ: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આજથી ગુજરાતમાં દિવ્ય દરબાર શરૂ થઈ રહ્યો છે. જેને પગલે તેમના આયોજકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આજે બપોરે બે વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને અહીંથી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે. 25 મેથી 3 જૂન સુધી તેઓ ગુજરાતના જુદા જુદા શહેરોમાં ફરીને દિવ્ય દરબાર યોજશે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમો આજથી યોજાવાના છે. ત્યારે તેમના સમગ્ર કાર્યક્રમ પર એક નજર કરીએ.
- 25 મે અમદાવાદમાં બપોરે 2 વાગ્યે પહોંચશે
- 3 વાગ્યે વટવામાં ઓશિયા મોલ સામે શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે
- કથા દરમિયાન ભક્તોને સંબોધનની સાથે આશીર્વાદ પણ આપશે
- 26 અને 27 મેના રોજ સુરતના લિંબાયતમાં દિવ્ય દરબાર યોજાશે
- 28 મેના રોજ અમદાવાદના ચાંદખેડા નજીક ઝુંડાલમાં કાર્યક્રમ
- 29 અને 30 મેના રોજ અમદાવાદના ઘાટલોડિયામાં ચાણક્યપુરીમાં કાર્યક્રમ
- 1 અને 2 જૂન રાજકોટના રેસકોર્સ મેદાન પર દિવ્ય દરબાર યોજાશે
- 3 જૂને વડોદરામાં નવલખી મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે
500 ખાનગી બાઉન્સરો સુરક્ષામાં રહેશે
બાગેશ્વર બાબાના નામથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીના આ તમામ કાર્યક્રમો નિઃશુલ્ક યોજાવાના છે. આ માટે મુલાકાતીઓ પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. તેમની સુરક્ષા માટે 500થી વધુ ખાનગી બાઉન્સરો રાખવામાં આવશે, તો 1500થી વધુ સ્વયંસેવકો તેમજ હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ ખડેપગે રહેશે. નોંધનીય છે કે, તાજેતરમાં જ બાગેશ્વર બાબાને Z સિક્યોરિટી આપવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT