બાગેશ્વર બાબાના દરબારમાં આવેલા જામનગરના યુવક માટે 5 મિનિટમાં રૂપિયાનો થયો ઢગલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિલેશ શિશાંગિયા/રાજકોટ: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે અને આજે તેમના રાજકોટમાં કાર્યક્રમનો બીજો દિવસ છે. આ પહેલા ગઈકાલે રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાબાનો દિવ્ય દરબાર યોજાયો હતો. જેમાં કેટલાક ભક્તો પોતાની સમસ્યા અને ફરિયાદો લઈને આવ્યા હતા. જેમાં જામનગરથી પ્રકાશ મહારાજ પણ પોતાની સમસ્યા લઈને આવ્યા હતા. જેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી સમક્ષ એક મંદિર અને આશ્રમ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ બાગેશ્વર બાબાએ સ્ટેજ પરથી જ તેમના માટે દાનનો ધોધ વહાવી દીધો હતો.

આશ્રમ બનાવવા પાંચ વર્ષથી ફંડ માગતો હતો યુવક
જામનગરથી આવેલા પ્રકાશભાઈ મહારાજ માત્ર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર સાંભળવા આવ્યા હતા. પરંતુ તેઓને પરચામાં વારો આવી જતા જે કોઈ તેમની સમસ્યા હતી તે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા જણાવી દેવામાં આવી હતી. તેઓના પિતા છેલ્લા 14 વર્ષથી ગુમ છે. તેવું પણ શાસ્ત્રીજી દ્વારા સામેથી જણાવી દેવામાં આવ્યું હતું. અને તેવું પણ જણાવ્યું હતું કે, તેઓના પિતા હજી જીવંત છે. સાથે જ તેઓને જામનગર નજીક એક મંદિર અને આશ્રમ બનાવવાની ઈચ્છા હતી અને આશ્રમ માટે છેલ્લા ઘણા સમયથી ફંડ એકત્રિત કરવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ કોઈ પણ તેઓને ફંડ આપવા માટે તૈયાર નહોતું. દરબારમાં આવેલા હરિભક્તો પાસેથી જ ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા મોટી સંખ્યામાં ફંડ પ્રકાશભાઈને એકઠું કરી આપ્યું હતું અને જણાવ્યું હતું કે, હવે તમારા આશ્રમનું કામ શરૂ કરી દો. તમને આશ્રમના નિર્માણ માટે દાતાઓ પણ મળશે અને આ કામ માટે હું શરૂઆત કરવા માંગુ છું. દરબારમાં આવેલા લોકો પાસેથી શાસ્ત્રીજીએ ફંડ એકઠું કર્યું હતુ.

સ્ટેજ પર લોકોએ આપ્યા 500ની નોટોના બંડલ
બાબાએ દિવ્ય દરબારમાં આવેલા લોકોને જ દાન આપવા પહેલ કરવા કહ્યું હતું. જે બાદ એક પછી એક વ્યક્તિએ સ્ટેજ પર આવીને પોતાની ઈચ્છા મુજબ પૈસા આપ્યા હતા. કોઈએ 500ની નોટોના બંડલ આપ્યા તો કોઈએ રૂપિયાના સિક્કા આપ્યા. આમ જોત જોતામાં જ મોટી સંખ્યામાં ફંડ એકઠું થઈ ગયું હતું.

ADVERTISEMENT

પ્રકાશભાઈ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું કેટલા સમયથી આશ્રમના દાન માટે ફરી રહ્યો હતો. પરંતુ મને આશ્રમ માટે કોઈપણ દાતા નહોતો મળતો. હું છેલ્લા પાંચ વર્ષથી હેરાન થઈ રહ્યો હતો. અને મને કંઈ ખબર નહોતી હું તો માત્ર પબ્લિકમાં બેઠો હતો. પરંતુ ત્યાંથી મને શાસ્ત્રીજીએ બોલાવ્યો અને પરચામાં જે કંઈ પણ લખ્યું તે સંપૂર્ણ સાચે સાચું લખ્યું છે. પહેલા હું પણ નતો માનતો પરંતુ હવે આજથી હું પણ બધું માનવા માંડ્યો છું. હું કાલથી જ આ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરીશ.

    follow whatsapp

    ADVERTISEMENT