‘સામાન્ય મતે હારની ખબર હોત તો ધાડ પાડી ને’ય લઈ લેતા, પણ બેડ લક’ હારેલા BJP ઉમેદવારનો સોમનાથમાં આભાર દર્શન કાર્યક્રમ
સોમનાથઃ રાજનીતિમાં શું શું થઈ શકે છે તે સામાન્ય જનતાની કલ્પનામાં પણ સમાય નહીં તેવી હરકતો હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી.…
ADVERTISEMENT
સોમનાથઃ રાજનીતિમાં શું શું થઈ શકે છે તે સામાન્ય જનતાની કલ્પનામાં પણ સમાય નહીં તેવી હરકતો હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી. જોકે સોમનાથમાં કોંગ્રેસે બાજી મારી લીધી હતી. અહીં પરાજયનો સ્વાદ ચાખનારા ભાજપના નેતાઓ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જાણે રાજકારણની પોલ પોતે જ ખોલી નાખી હોય તેવો ઘાટ ઘડાયો હતો. અહીંના ભાજપ ઉમેદવાર માનસિંહ પરમારના કાકા અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારે ઘટસ્ફોટ કર્યા હતા. તેમણે કહ્યું કે માગ્યા મોઢે રૂપિયા આપ્યા છે છતા પીઠમાં ખંજર ભોંક્યું છે… સામાન્ય મતની હારની ખબર હોત તો ધાડ પાડીને પણ કાઢી લાવતા… તેમણે પાર્ટીના ગદ્દારોને ઓળખી લેવાના છે તેવું આહ્વાન પણ કર્યું હતું.
જયચંદોના કારણે પરાજયઃ માનસિંગ પરમાર
સોમનાથ બેઠક પરથી હારી જનારા ભાજપના ઉમેદવાર માનસિંગ પરમાર અને તેમના કાકા પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમાર સહિતના ભાજપના નેતાઓએ આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો હતો. જાહેર મંચ પર ગોવિંદ પરમારે બળાપો કાઢ્યો હતો. સાથે જ માનસિંગ પરમારે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. માનસિંહ પરમારે કહ્યું હતું કે આ પક્ષના જ અમુક જયચંદોના કારણે પરાજય થયો છે. ગોવિંદ પરમારે કહ્યું કે, પરાજય તો સ્વિકાર્ય છે પણ ગદ્દારોએ પીઠમાં ખંજર ભોંક્યું છે. રૂપિયા લઈ ગયા છે મારી પાસેથી અને માગ્યા એટલા આપ્યા છે છતા પીઠ પાછળ ઘા કરીને ખંજર ભોંક્યું છે. પાર્ટીના ગદ્દારોને ઓળખી લેવાની જરૂર છે. મારી વિનંતિ છે કે આવા ગદ્દારોને ક્યારેય માફ ના કરતા. 900 મત એટલે મામુલી મતદાન કહેવાય, એવી ખબર હોતને તો ગમે ત્યાં ધાડ પાડીને પણ લઈ લેતા. પણ બેડલક.
#GirSomnath વિધાનસભા બેઠક પર #BJP ના આભાર દર્શન કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય #GovindParmar એ બળાપો કાઢતા કહ્યું, મિત્રો હાર-જીત તો આવ્યા કરે. પણ આમણે પાછળથી ઘા માર્યા છે. મરદના દીકરા હોય તો સામી છાતીએ આવે તો અમને પણ ખબર પડે. pic.twitter.com/7LPHiXUNZX
— Gujarat Tak (@GujaratTak) December 14, 2022
(વીથ ઈનપુટઃ કૌશલ જોશી, સોમનાથ)
ADVERTISEMENT
ADVERTISEMENT