વડોદરાઃ વૈદિક હોળી પ્રગટાવી બાળકો રંગે રંગાયા, બાળકોને હોળીનું મહત્વ સમજાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભાથી લઈને નાનામાં નાની શેરીઓમાં પણ વિવિધ રંગો સાથે હોળીનો પર્વ મનાવાયો છે. હોલીકા દહન સાથે નિરોગી અને સુખી જીવનની કામનાઓ પણ કરાઈ છે. તેવામાં વડોદરા શહેર પણ હોળી રમવામાં ક્યાં પાછું પડ્યું છે. જોકે વૈદિક હોળીની સમજ બાળકોમાં કેળવાય તે માટે વડોદરાની પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ અને દિવ્યા રાજે ગાયકવાડ શાળામાં વૈદિક હોળી પ્રગટાવાઈ હતી.

ગુજરાત વિધાનસભામાં મંત્રીની જાહેરાત, ખેડૂતોને બટાકાના ભાવમાં 200 કરોડ અને ડુંગળીમાં 70 કરોડની સહાય

400 બાળકો અને 100 શિક્ષકોએ મળીને હોળી ઉજવી
વડોદરાના લાલબાગ બ્રિજ પાસે આવેલી પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ અને દિવ્યા રાજે ગાયકવવાડ શાળામાં બાળકોને હોળીના રંગે રંગાતા જોવા મળ્યા હતા. સાથે જ વૈદિક હોળીના વિશેષ મહત્વને પમ સમજાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અહીં વૈદિક હોળી પ્રગટાવી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો ખાસ આ વૈદિક હોળીને સમજી શકે તે માટે શાળાના ભૂલકાઓની હાજરીમાં જ હોળીને પ્રગટાવવામાં આવી હતી. ઉપરાંત બાળકોને રંગો કેમ ન ગમે બસ રંગોથી એક બીજાને તે પછી રંગીને હોળીનો પર્વ મનાવે તે માટે આગવી સુવિધાઓ સાથે હર્બલ રંગોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઈકો ફ્રેન્ડલી રીતે અહીં 400 બાળકો અને 100 શિક્ષકોએ સાથે મળી હોળી ઉજવી હતી. 1000 કિલો ફૂલોની હોળી પણ રમવામાં આવી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT