બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવાની ઘટનાઓથી આકરા થયા જીગ્નેશ મેવાણીઃ કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરતા બે બનાવો અંગે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કર્યું છે. એક ધટના છે ગીર સોમનાથ જિલ્લાની અને બીજી છે જામનગર જિલ્લાની છે. ગીર સોમનાથના તાલાલામાં બાબા સાહેબની પ્રતિમાને દૂર કરી નીચે પાડી દેવામાં આવી જ્યારે જામજોધપુરમાં બાબા સાહેબની પ્રતિમાનું નાક તોડી પાડવામાં આવ્યું છે. ગીર સોમનાથની ઘટનાને લઈ જીગ્નેશ મેવાણીએ અલ્ટિમેટમ પણ આપ્યું છે. જ્યારે અમુક કલાકો પછી ફરી જામ જોધપુરમાં ઘટના બનતા દલિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

જીગ્નેશ મેવાણીએ કહ્યુંઃ જાતિવાદી ગુંડાઓનું બળ વધ્યું
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પહેલું ટ્વિટ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં આવેલ રામલેચી ગામ વિશેનું કર્યું છે. જેમાં જોઈ શકાય છે કે 3થી 5 લોકો બાબા સાહેલ આંબેડકરની પ્રતિમા પાડી દેવામાં આવતા રોષ ઠાલવી રહ્યાં છે. જેમાં 15થી 20 લોકો હોવાનું બોલાઈ રહ્યું છે. સાથે જવાબદારો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની વાત પણ કરવામાં આવી રહી છે. સાથે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટમાં માર મારવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યોં છે. તેમાં તેમણે લખ્યું છે કે પ્રતિમાને તોડનારને રોકવા જતા યુવકોને માર મારવામાં આવ્યોં હતો. તેના થોડા કલાકો બાદ જ જામજોધ પુર વિશે જીગ્નેશ મેવાણી ટ્વિટ કરે છે. જેમાં લખે છે કે, ગીર સોમનાથ બાદ જામજોધપુરના ઈશ્વરિયા ગામમાં પણ બનાવ જોવા મળ્યો છે. પ્રતિમાને ખંડિત કરવા અંગે વાત કરી છે. સાથે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા તેમના આવતા જાતિવાદી ગુંડાનું બળ વધ્યું હોવાનું જણાવે છે. આવનાર સમયમાં આરોપીને પકડવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે મહત્વની વાત છે જીગ્નેશ મેવાણીના ટ્વિટ બાદ લોકો કોમેન્ટમાં ગુસ્સો કરી રહ્યાં છે. લોકો દલિત સમાજ પર થઈ રહેલ અત્યાચારો વિશે ગુસ્સો કરતા પણ કોમેન્ટમાં જોવા મળે છે.

ADVERTISEMENT

સુરતઃ શિવાજીના પોસ્ટર પર ચાલી રહ્યા હતા ફેક્ટ્રીના કર્મચારી, હિન્દુ સંગઠનોએ પોલીસ બોલાવી

જીગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય છે પરંતુ અવારનવાર દલિત સમાજ પર થતા અત્યાચાર પર મેદાને આવતા જોવા મળે છે. આપણે એ યાદ રાખવું જોઈએ બાબા સાહેબ આંબેડકર ફક્ત દલિત સમાજના નેતા નહીં પરંતુ દેશના ઘડવૈયા છે. હોઈ શકે કોઈને તેમનું વ્યક્તગત જીવન અને લેવામાં આવેલ નિર્ણય પસંદ ન પણ હોઈ, પરંતુ સમાજમાં કોઈ પણ નેતાની પ્રતિમા ખંડિત કરવી અશોભનીય છે. તેમાં પણ તેમના બાબા સાહેબનું નાક વાઢી નાખવું સમાજ માટે ચિંતાનો વિષય છે. દેશમાં યુવાનો શિક્ષિત થઈ સમાજનું નવનિર્માણ કરવાને બદલે આ પ્રકારની પ્રવૃતી શા માટે કરી રહ્યાં છે તે સમજાતું નથી. એક ભારતિય તરીકે આપડે દરેકની માન્યતા અને ભાવનાનું સન્માન કરવું પ્રથમ કર્તવ્ય હોઈ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT