બાબા બાગેશ્વર પોતાના જ આયોજકોનું નુકસાન ના બચાવી શક્યાઃ વિજ્ઞાને મારી બાજી- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ આપણે બધું જ જાણીએ છીએ છતાં જાણે આપણે જાણે કશું જાણતા નથી તેવું હાલ ગુજરાત પ્રવાસે આવેલા બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના મામલામાં બની રહ્યું છે. બાબા ચમત્કાર કરી દે, બાબા બાગેશ્વર તમારી અંગત વાતો જાણી લે, તેવી વાતો વચ્ચે બાબા બાગેશ્વરના અમદાવાદ, સુરત અને રાજકોટના કાર્યક્રમો પહેલા વિજ્ઞાન અને અંધ વિશ્વાસ આમને સામને આવી ગયા હતા. પણ જેમ જેમ ભાજપના નેતાઓની હાજરી બાબાના કાર્યક્રમોમાં આવવા લાગી બંધુ જ જાણે ધર્મના નામે ઉપર તરતું થઈ ગયું હતું. જોકે અહીં એક વાત ગઈકાલના વરસાદમાં ખુદ કુદરતે જ સાબિત કરી આપી હતી. ખુદ બાબા પોતાના જ કાર્યક્રમના આયોજકોને નુકસાનથી બચાવી શક્યા ન હતા. અમદાવાદમાં અગાઉ જ્યાં કાર્યક્રમ થયો હતો તે કાર્યક્રમ હવે સ્થળમાં ફેરફાર કરીને ઓગણજને બદલે હવે વટવામાં યોજાશે.

કાર્યક્રમોમાં સતત થયો ફેરફાર
ઓગણજમાં કાર્યક્રમનું આયોજન કરતા પહેલા અમદાવાદમાં પોલીસ સાથેના વિવાદને પગલે આયોજકોને પહેલાથી જ નક્કી એવા ચાણક્યપુરીના કાર્યક્રમ સ્થાનને ફેરવવાની ફરજ પડી હતી. જોકે આયોજકોને બાબા એવું પણ પહેલાથી કહી શક્યા નહીં હોય તેવું લાગી રહ્યું છે, અથવા કહ્યું હશે તો ધ્યાનમાં નહીં હોય, નહીં કહ્યું અને ધ્યાન પર પણ મુક્યું ન્હોતું તો કદાચ બાબા બાગેશ્વરને ભુલમાં રહી પણ ગયું હોઈ શકે, બાબતો કોઈ પણ હોય પણ આયોજકોને કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. હવે સ્થિતિ એવી થઈ કે બાબા ફરી આયોજકોના કામમાં આવ્યા નથી કે શું? અમદાવાદના ભારે વરસાદે આયોજકોના આયોજન પર પાણી ફેરવી દીધું છે. આ આયોજકોને બાબા ફરી નુકસાન થતું અટકાવવાનું ચુકી ગયા તેવું કહી શકાય કે નહીં તે આપ સારી રીતે નક્કી કરી શકો છો. આયોજકો નક્કી જ આર્થીક રીતે ઘણા સક્ષમ તો હશે જ, તેથી કોઈ જાતની હાય-હાય કર્યા વગર કાર્યક્રમ સ્થળ ફેરવી નાખ્યું છે. જોકે તેમને આ આયોજનના ફેરફારમાં કેટલું નુકસાન ગયું છે તેની કોઈ જાહેરાત થઈ નથી. શક્ય છે કે ના પણ સામે આવે.

IPL 2023 Final GT vs CSK Final LIVE Updates: આખરે મેચ શરૂ થઇ ગઇ

વિજ્ઞાન એક રેસ તો જીતી ગયું, હજુ ઘણું બાકી…
બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં 10 દિવસના પ્રવાસ પર છે. બાબાના ધામમાં અરજી લગાવીને પોતાના કામ થયાના દાવા કરનારા પણ હજાર છે અને આવા બાબાના કારણે પોતાનું ઘણું ગુમાવી બેસનારા પણ છે. જોકે અહીં વાત આસ્થા કે કોઈ ધર્મની નથી તે તેના સ્થાને સન્માનનીય જ હોય તેમાં કોઈ શંકા નથી પરંતુ આસ્થા અને ધર્મના નામે પાખંડ કેટલો ચલાવી લેવો તે મોટો પ્રશ્ન છે. શું બાબા બાગેશ્વરને આ આયોજકોએ કાર્યક્રમ અંગે જાણકારી નહીં આપી હોય? કે આપણે આ સ્થળે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન છે. કે પછી આ અમદાવાદનો કાર્યક્રમ ખુદ બાબા માટે સરપ્રાઈઝ હતો? શું બાબાને જાણકારી અપાઈ તો બાબાએ આયોજકોને ચેતવ્યા પણ નહીં હોય કે ઊભા રહો તે દિવસે તો વરસાદનું વિઘ્ન છે? પોતાના જ કાર્યક્રમના આયોજકોને શું આર્થીક નુકસાન થશે તેવું બાબા અંદાજી શક્યા નહીં હોય? આ વરસાદ અંગે કદાચ આ આયોજકો બાબાને બદલે હવામાન વિભાગ પાસે ગયા હોત અથવા હવામાન વિભાગની જ આગાહીના અહેવાલને માનીને કાર્યક્રમના ફેરફારો નક્કી કર્યા હોત તો નુકસાનથી કદાચ બચી પણ શકતા, ખરું કે નહીં? હાલ તો અહીં બાબાના ચમત્કાર અને વિજ્ઞાન વચ્ચેની રેસમાં બાબા જીતી ગયા છે કે વિજ્ઞાન જાતે જ નક્કી કરો. જોકે ધર્મના નામે આપણે ત્યાં ઘણું બધું તરી ગયું છે તે ગણાવવાની જરૂર નથી એટલે જ વિજ્ઞાનને માટે હજુ દિલ્હી ઘણી દૂર છે તેવું કહેવામાં કોઈને કોઈ વાંધો હશે નહીં. હાલ અહીં આપને જણાવી દઈએ કે હવે બાબા બાગેશ્વરનો દરબાર અમદાવાદમાં વટવા વિસ્તારમાં 30મીએ સાંજે 5થી 7 કલાક દરમિયાન યોજાવાનો છે અને આ અંગે શિવકૃપા મિત્ર મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે જાહેરાત અહીં વીડિયો માધ્યમથી અમે આપને દર્શાવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT