ઓગસ્ટમાં જ ઘડાઈ ગયો હતો રુપાણીના રાજીનામાનો તખ્તોઃ પુછ્યું હતું ‘બોલો… કબ રાજીનામા દેના હૈ’

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે ભાજપે વિધાસનભા ચૂંટણી 2022ને લઈને પોતાના 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા. જેમાં મોટા ગજાના નેતાઓના પણ નામ લિસ્ટમાં શોધે જડતા ન હતા. ભાજપ આમ પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહને બાદ કરતાં પક્ષ કરતાં નેતા મોટા બને તેવું કરતું નથી તે સહુ જાણે છે. વિજય રુપાણી સરકાર દરમિયાન આખું મંત્રી મંડળ ફેરવી નાખવાથી લઈને અચાનક ઉમેદવારોના લિસ્ટની જાહેરાત પહેલા દિગ્ગજ નેતાઓને ‘હું ચૂંટણી નહીં લડું’નું બ્હ્મજ્ઞાન થવું તે ભાજપમાં જ જોવા મળે અને તે પણ ગુજરાતમાં, કારણ ભાજપને હાલ જાણ છે કે ગુજરાતમાં કરેલા આવા પ્રયોગોનો ચૂંટણીમાં નેગેટિવ ફરક બહુ જ ઓછો પડે છે, કારણ કે શિસ્તના નામે જાણે વડીલ ખોંખારીને કહે ત્યારે ચુપચાપ એક તરફ થઈ જાય તેવા નેતાઓની સંખ્યા અહીં બહુ મોટી છે. ભાજપને આમ પણ ખ્યાલ છે કે હાઈકમાન્ડની વાતને સ્વીકારે જ છુટકો છે.

મુખ્યમંત્રી જાય છેની ચર્ચા વચ્ચે મંત્રીમંડળ જ જતું રહ્યું
અગાઉ જ્યારે ભાજપની ગુજરાત સરકારની સ્થિતિ કોરોના કાળ દરમિયાન ખખડધજ થવા લાગી હતી ત્યારે જ રુપાણી અને તેમના મંત્રીઓમાં ઘણી બધી બાબતોને લઈને સરકાર બદલાવાને લઈ ગણગણાટ તો થતો જ હતો. ઘણા પત્રકારોએ પણ આ મુદ્દા પર વાત કરી હતી કે સરકારમાં ફેરફાર થશે. જોકે જ્યાં લોકોનું વિચારવાનું પુરું થાય ત્યાંથી ભાજપ હાઈકમાન્ડ શરુ કરે છે તેવું જ થયું. જ્યાં એવી ચર્ચા હતી કે મુખ્યમંત્રી બદલાશે બદલાશે પરંતુ ત્યાં તો આખું મંત્રી મંડળ ફેરવી નાખવાના ભાજપના નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા.

બી એલ સંતોષને જોઈને જ રુપાણી સમજી ગયા
ગત ઓગસ્ટ મહિનામાં ભાજપ નેતા બી એલ સંતોષે ગાંધીનગર કમલમ ખાતે બેઠકોનો દૌર શરૂ કર્યો હતો. તેઓ સાંજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જવાના હતા. જેમાં પહેલાથી જ વાત હતી કે તેઓ હાઈકમાન્ડની સૂચનાઓનું આદાન પ્રદાન કરવાના છે. જોકે થોડું સમયમાં ફેર થઈ ગયો અને એ રાત્રે દસ-સવા દસના અરસામાં ભાજપના સંગઠનના પ્રભારી બી એલ સંતોષ રુપાણીના રાજીનામાના એક દિવસ પહેલા તેમને મળવા પહોંચ્યા. આમ તો અહીં લોકોને જાણકારી હતી કે તેઓ વચ્ચે બેઠક થશે અને કોર કમિટિના સભ્યો વચ્ચે મંથન થશે, પરંતુ રાજકારણની ભાષામાં આ મુલાકાત કાંઈક બીજું જ કહેતી હતી. રાજકારણમાં શબ્દ કરતાં આંખો અને વ્યવહાર વધુ બોલે છે, સંતોષની અચાનક મુલાકાતે રુપાણીને વિચારતા કરી જ દીધા હતા અને તેમને અંદાજ આવી ગયો હતો કે તેઓ અહીં કેમ આવ્યા છે. જોકે સ્પષ્ટ રીતે પુછવું પણ અનિવાર્ય હતું. ઈશારા ભેગી પણ વાત થાય તે જરૂરી હતું. જોકે બંને વચ્ચેની મુલાકાતમાં શરૂમાં અહીં તહીંની વાતચિત ચાલી પરંતુ આ દરમિયાનમાં પોતાની અલગ છટામાં રુપાણીએ પુછી લીધું કે બોલીએ સંતોષજી, મુજે કબ રાજીનામા દેના હૈ. સંતોષ પણ તેમના આ સવાલને સાંભળી ત્યાં જ હસી પડ્યા. તે પછી બીજા દિવસે વિજય રુપાણીનું રાજીનામું પડે છે અને ધીમે ધીમે આખી સરકારનું મંત્રી મંડળ બદલાઈ જાય છે. બી એલ સંતોષ તેના બીજા દિવસે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં 54 બેઠકોની સમીક્ષા કરવા પહોંચ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT