Ayodhya Ram Mandir: ક્યારે આવે રામ મારા… ડાંગથી માતા શબરીના વંશજો બોર અને ધનુષ લઈને અયોધ્યા જશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ayodhya Ram Mandir: ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરમાં ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની તૈયારીઓ વચ્ચે દંડકારણ્ય એવા ડાંગ જિલ્લામાં પ્રભુ શ્રી રામ અને માતા શબરી સાથેના મિલનની ઐતિહાસિક ઘડીને યાદ કરતા શબરીના વંશજો બોર અને ધનુષ બાણ લઈને અયોધ્યા જશે. તેઓ પૂ.ભદ્રાચાર્યજી મહારાજને આ વસ્તુઓ આપશે. જે ભગવાન રામના ચરણોમાં ધનુષ બાણ મૂકીને સબરી માતા વતી બોર અર્પણ કરશે.

રામાયણમાં સીતાજીની શોધમાં દંડકારણ્ય આવ્યા હતા શ્રીરામ

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. આ ઘડીએ સૌ કોઈ તેના સાક્ષી બનવા જઈ રહ્યા છે. ત્યારે રામાયણમાં દંડકારણ્ય તરીકે જાણીતા પ્રદેશ એટલે આજનો ડાંગ જિલ્લો પણ તેનો સાક્ષી બનશે. રામાયણ કાળમાં સીતાજીની શોધમાં વનમાં ભટકતા પ્રભુ શ્રી રામ, અને ભ્રાતા લક્ષ્મણને માતા શબરીએ સુબિર પાસેના ચમક ડુંગર નામક સ્થળે બોર ખવડાવ્યાની લોકવાયકા સાથે વણાયેલા શબરીધામ પ્રત્યે ભાવિક ભક્તો ખૂબ શ્રદ્ધા ધરાવે છે.

ADVERTISEMENT

શબરીના વંશજો અયોધ્યા મંદિર જશે

આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થનાર છે. ત્યારે ડાંગથી માતા શબરીના વંશજો પૂર્વ કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદી અને સ્વામી અસીમાનંદના આશીર્વાદ લઈને અયોધ્યા પોંહચશે અને ત્યાં ભગવાન રામના ચરણોમાં બોર અને ધનુષ બાણ અર્પણ કરશે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનતા માતા શબરીના વંશજો સાથે ડાંગના લોકોમાં ખૂબ ઉત્સાહ છે.

ADVERTISEMENT

ડાંગ જિલ્લાના લોકોમાં આનંદની લાગણી

આ વિશે વાત કરતા શબરીના વંશજ દેવસિંદભાઈ પવારે ગુજરાત તક સાથે વાત કરતા જણાવ્યું કે, દરવર્ષે મકર સંક્રાતિએ કાર્યક્રમ યોજાય છે, તે ઉજવણીમાં અમે ભાગ લઈએ છીએ. તે કાર્યક્રમના આધારે અમને અયોધ્યા જવાનો મોકો મળ્યો. જેવો લાભ અમને જન્મોથી નથી મળ્યો તેવો મળવાની હવે તૈયારી છે. તેને લઈને ગામને પણ આનંદ થાય, આજુબાજુના વિસ્તારના લોકોને પણ આનંદિત થયા છે.

ADVERTISEMENT

(રોનક જાની, ડાંગ)

    follow whatsapp

    ADVERTISEMENT