Veraval News: વેરાવળમાં એક્સિસ બેંકમાં કરોડોનું કૌભાંડ, ગ્રાહકોનું ગોલ્ડ લોનનું સોનું કાઢી કર્મચારીઓએ નકલી સોનું મૂકી દીધું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Veraval Axis Bank News: વેરાવળમાં એક્સિસ બેંકના ગોલ્ડ લોન વિભાગમાં મોટી છેતરપિંડીનો બનાવ બન્યો છે. રાજકોટના રિજિયોનલ કચેરીમાંથી ગોલ્ડ લોનનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં બેંકમાં ગોલ્ડ લોન માટે ગીરવે રાખેલા પાઉચ પર વજન કરતા ઓછું વજન જણાતા 6 પાઉચમાંથી દાગીનાના બદલે પીળી ધાતુ મળી જે બાદ ગોલ્ડ વિભાગના સેલ્સ મેનેજર અને એક મહિલા સહિત 3

2 કિલો 746 ગ્રામ સોનું કાઢી લીધું

વિગતો મુજબ, વેરાવળમાં એક્સિસ બેંકમાં ગોલ્ડ લોન વિભાગમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન મેનેજર ગૌતમ આશરાના ચેકિંગમાં હતા ત્યારે ગોલ્ડ લોનની તિજોરીમાં સોનાના પાઉચની ચેકિંગમાં ઓછું વજન હતું. 426 પાઉચ પૈકી 49 પાઉચમાં વજન ઓછું હતું. 6 પાઉચમાં ખોટા દાગીના મુકીને 2 કિલો 746 ગ્રામ સોનું કાઢીને 2 કરોડથી વધુનું કૌભાંચ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.

સોનું કાઢી પાઉચ પર ગ્રાહકની સહી કરી નાખી

આ પાઉચ પર સોનાનું વજન, લોનની રકમ તથા ગ્રાહકનું નામ સહિતની વિગતો તથા અધિકારીઓની સહીઓ પણ કરી નાંખી હતી. તેનું પણ બે વખત ઓડિટ કરી નાખ્યું હતું. હવે કૌભાંડ સામે આવ્યા બાદ ગોલ્ડ લોનના બ્રાન્ચ મેનેજર સહિત કર્મચારીઓની પૂછપરછમાં તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. આથી પોલીસમાં બેંકના જ 3 કર્મચારીઓ સામે ગુનો નોંધાયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT