વિદ્યાર્થીઓ ચેતજો ! પરીક્ષામાં પાસ કરાવાની લાલચમાં ભાવનગરના યુવક સાથે થઈ લાખોની છેતરપિંડી
દુર્ગેશ મહેતા, ગાંધીનગરઃ આજના યુવાનોને સરકારી નોકરીનો ખૂબ જ ક્રેઝ છે.ત્યારે ગમે તેમ કરીને પણ અર્થાત ત્યારે પૈસા આપીને પણ સરકારી નોકરી મેળવવાના પ્રયાસો યુવાનો…
ADVERTISEMENT
દુર્ગેશ મહેતા, ગાંધીનગરઃ આજના યુવાનોને સરકારી નોકરીનો ખૂબ જ ક્રેઝ છે.ત્યારે ગમે તેમ કરીને પણ અર્થાત ત્યારે પૈસા આપીને પણ સરકારી નોકરી મેળવવાના પ્રયાસો યુવાનો દ્વારા કરવામાં આવે છે. જ્યારે ભૂતકાળમાં આવા અનેક ફ્રોડ પકડાયા છે. ત્યારે વધુ એક છેતરપિંડીનો કિસ્સો ગાંધીનગરમાં સામે આવ્યો છે, જેમાં સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે ભાવનગરના યુવાન સાથે બિન સચિવાલયની પરીક્ષામાં પાસ થવાની ગેરંટી અને સરકારી નોકરી આપવાની ગેરંટી આપી 2 લેભાગુ તત્વો એ 7.48 લાખની છેતરપીંડી કરી છે.
વર્ષ 2019માં યોજાઈ હતી પરીક્ષા
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019માં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરનો યુવાન ગાંધીનગરમાં સેક્ટર 2 માં આવીને પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ ભાવનગરના દિનેશ પટેલ સાથે નાથુસિંહ વણઝારા અને તેના પુત્ર અનિલ સિંહ વણઝારા સાથે મુલાકાત થઈ હતી અને બંને વ્યક્તીએ દિનેશ પટેલને સરકારી નોકરી અપાવવાની ગેરંટી આપી હતી. જેમાં પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા અને ત્યાર બાદ તબક્કા વાર સાત લાખ રૂપિયા અને 48 હજાર રૂપિયા બેંક મારફતથી ચૂકવવામાં આવ્યા હતા. જેનું પરિણામ હમણાં થોડા દિવસ અગાઉ જ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે પરંતુ દિનેશ પટેલનું નામ ન હોવાના કારણે તેઓએ બંના પુત્ર અનિલ વણઝારા એને વ્યક્તિના સંપર્ક સાંધ્યા હતા પરંતુ કોઈ પણ સંપર્ક થયો નહીં જ્યારે તે હું તમને ઓળખતો ન હોવાનો જવાબ આપ્યો હતો. જેને લઈને ભાવનગરના યુવાને સેક્ટર સાત પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.
વર્ષ 2018માં પરીક્ષાની થઈ હતી જાહેરાત
વર્ષ 2018માં રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલયની પરીક્ષાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે આ બંને યુવાનોએ બિન સચિવાલયની નોકરી અપાવવાની લાલચ આપીને દિનેશ સાથે કુલ 7.48 લાખનો વહીવટ કર્યો હતો.જે ટુકડે ટુકડે આપવામાં આવ્યો હતો જ્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને દિનેશ પટેલનું નામ પણ આવ્યું નથી ત્યારે દિનેશ પટેલ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો
ADVERTISEMENT
આ પણ વાંચો: EXCLUSIVE: દિલ્હીથી એક આદેશ આવ્યો અને SODHI ને ફરફરીયું આપી દેવાયું
ADVERTISEMENT
શું કહ્યું પોલીસ વિભાગે
સબ સમગ્ર ઘટના બાબતે ગાંધીનગર ડીવાયએસપી અમી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફરિયાદી અને આરોપી વર્ષ 2019 માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને સરકારી નોકરી આપવા માટેની વાતચીત થઈ હતી જ્યારે આ લાલચમાં આવીને દિનેશ પટેલે સાત લાખ રૂપિયા રોકડા અને 48 હજાર રૂપિયા બેંક ટ્રાન્સફરથી આપવામાં આવ્યા હતા જ્યારે તેમ છતાં પણ તેમના કોઈપણ પ્રકારનો પરિણામ મળ્યું ન હતું જેથી તેઓએ આરોપી સાથે ફરીથી કોન્ટેક્ટ કરીને પૈસાની પરત માંગ કરી હતી પરંતુ પૈસા પાછા ન આપતા આ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે આ બંને વ્યક્તિ વચ્ચે કોણે સંપર્ક કરાવ્યો તે બાબતની પણ તપાસ હાલ પોલીસ કરી રહી છે.
ADVERTISEMENT
પરીક્ષા માટે પૂરતી તૈયારી કરો, મહેનત, અને વાંચનનું શ્રમદાન કરો પરંતુ શોર્ટકટથી ક્યારેય કોઈ પરીક્ષા પાસ કરાતી નથી. એટલે લાલચમાં આવીને કોઈને નાણાં આપી સમય અને નાણાં બંનેનો વેડફાટ કરવો એ યોગ્ય બાબત ન કહી શકાય. તો આવી લાલચોમાં આવ્યા વગર તૈયારીઓમાં લાગી જશો તો સફળતા ચોક્કસથી મળશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT