‘આ એરિયામાં કેમ બહારની શાકભાજી વેચો છો?’ કહીને અમદાવાદમાં નાગાલેન્ડના બે યુવકો પર જીવલેણ હુમલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં નાગાલેન્ડના બે યુવકો પર ધંધાની અદાવતમાં બેઝબોલના બેટથી હુમલો કરીને લોહીલુહાણ કરી દેવાની ઘટના સામે આવી રહી છે. આ સાથે જ યુવકોને જાનથી મારી નાખવાની ધમકી પણ હુમલાખોરો દ્વારા આપવામાં આવી હતી. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ એક વ્યક્તિની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

10-12 લોકોના ટોળાનો હોબાળો
વિગતો મુજબ, અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા ‘વન સ્ટોપ નોર્થ ઈસ્ટ શોપ ફૂડ’ નામના દુકાનમાં માપુયંગર અને રોવિમેઝો નોકરી કરે છે. રવિવારે સાંજે માપુયંગર દુકાનમાં હતો ત્યારે કેટલાક શખ્સોનું ટોળું અહીં શોપ પર આવી પહોંચ્યું હતું અને ઝઘડો શરૂ કર્યો હતો. એવામાં દુકાન માલિક રવિ પટેલે રોવિમેઝોને ટોળા વિશે જાણ કરીને જલ્દી દુકાને પહોંચવા કહ્યું. રવિમેઝો દુકાને પહોંચતા ટોળામાંથી એક વ્યક્તિએ કહ્યું, તમે અહીંયા આ એરિયામાં કેમ બહારની શાકભાજી વેચો છો? એમ કહીને અપશબ્દો બોલવા લાગ્યા અને બાદમાં 3 ઈસમોએ બેઝબોલના બેટ વડે હુમલો કરી દીધો.

હેટ ક્રાઈમ નહીં વ્યવસાયિક દુશ્મનાવટમાં હુમલો
જેમાં રવિમેઝોને માથામાં બેઝબોલની સ્ટીક વાગતા લોહી લુહાણ થઈ ગયો હતો. બાદમાં આરોપીઓએ જતા જતા ધમકી આપી કે, અહીંયા આ એરિયામાં આવું બધું વેચશો તો જાનથી મારી નાખીશું.’ હુમલા બાદ રવિમેઝોએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક રીતે હેટ ક્રાઈમનો આ મુદ્દો લાગતો હતો પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં હુમલાખોરોએ વ્યવસાયિક દુશ્મનાવટમાં આ પ્રકારે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું.

ADVERTISEMENT

આરોપીઓની પણ આ શોપની બાજુમાં આ પ્રકારની રેસ્ટોરન્ટ ચાલતી હતી. ત્યારે બંને વચ્ચે ધંધાકિયા દુશ્મનાવટ હોવાથી બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી જે આખરે મારામારીમાં પરિણમી હતી. જોકે રવિમેઝો પર જીવલેણ હુમલા બાદ તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT