Surendranagar latest News : અસામાજિક તત્ત્વોની દાદાગીરી, ઝીંઝુવાડામાં બુટલેગરને પકડવા ગયેલા PSI પર જીવલેણ હુમલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surendranagar latest News : ગુજરાતમાં પોલીસ હુમલાની ઘટના આજકાલ સામાન્ય બનતી જાય છે. હાલમાં સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામે આરોપી બુટલેગર જલમસીને પોલસ પકડવા ગઈ ત્યારે તેના પર 30થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. ઘટનાએ સમગ્ર પંથકમાં હડકંપ મચાવી દીધો છે. જેને લઈ કાયદો વ્યવસ્થા પર કેટલાક સવાલો ઉઠી રહ્યા છે.

PSI પર છરીના ઘા માર્યા

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામે આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર હુમલાની ઘટના સામે આવી છે. ટોળાએ PSI કે.વી. ડાંગરને છાતીમાં છરીના ઘા માર્યાની માહિતી મળી રહી છે.PSIને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.PSI સાથે અન્ય એક પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હતી. બીજી તરફ ઘટનાના પગલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ પર આ રીતે ખુલ્લેઆમ હુમલો થતા DYSP, SOG અને LCB સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

થોડા દિવસ પહેલા સુરતમાં પોલીસકર્મીને મારવાની ઘટના સામે આવી હતી

થોડા સમય પહેલા સુરતમાં પણ પોલીસ કર્મચારી પર હુમલો થયાની ઘટના સામે આવી હતી. ટ્રકચાલકોની હળતાલ વખતની આ ઘટના છે. ટ્રક ચાલકોએ સીટીબસ રોકી વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન ટ્રાફિક સમસ્યા સર્જાય હતી. ટ્રાફિકની સમસ્યાને હટાવા માટે PCR વાન ત્યાં પહોંચી હતી. આ દરમિયાન ડ્રાઈવરો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ કર્મીને ખુલ્લામાં ઢોરમાર મારવાની ઘટના જોવા મળી હતી. કેટલીક જગ્યા પર સિટી બસ શરૂ હોવાથી તોડફોડ કરાઇ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT