મહીસાગરમાં સીટ બેલ્ટનો મેમો આપતા 8 લોકો પોલીસ પર તૂટી પડ્યા, પથ્થરમારામાં 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત
વીરેન જોશી/મહીસાગર: મહીસાગરના સંતરામપુરમાં પોલીસ પર હુમલાનો ચોંકાવનારો મામલો સામે આવી રહ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા કાર ચાલકને સીટ બેલ્ટ બાબતે મેમો આપવામાં…
ADVERTISEMENT
વીરેન જોશી/મહીસાગર: મહીસાગરના સંતરામપુરમાં પોલીસ પર હુમલાનો ચોંકાવનારો મામલો સામે આવી રહ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા કાર ચાલકને સીટ બેલ્ટ બાબતે મેમો આપવામાં આવતા બબાલ કરી હતી અને પોલીસની વાન પર જ પથ્થર મારો કરી દીધો હતો. પોલીસ દ્વારા બચાવમાં ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો, જે હવે સામે આવી રહ્યો છે.
સીટ બેલ્ટનો મેમો આપતા બબાલ
વિગતો મુજબ, સંતરામપુરના વાંજીયા ફૂટ ખાતે પોલીસ ચેકિંગમાં હતી. દરમિયાન તેમણે એક ઈકો કારને અટકાવી હતી. જેમાં ઠસો ઠસ લોકો બેઠેલો હતા. ત્યારે પોલીસ દ્વારા ચાલકને સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાથી મેમો આપવામાં આવ્યો હતો. જે બાદ કારમાં બેઠેલા લોકો અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી. ગાડીમાંથી આઠ ઈસમોએ ઉતરીને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે ગાડીમાં બેઠેલી મહિલાઓએ અચાનક પોલીસ વાન પર પથ્થરમારો કર્યો હતો.
ડ્રાઈવર સહિત 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત
આ ઘટનામાં ફરજ બજાવતા પોલીસ જવાન સહિત ડ્રાઇવરને લાકડી મારી ત્રણ પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા પંચમહાલના આઠ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT