વડોદરામાં લુખ્ખા તત્વો બેફામ, પરિવાર સાથે જતા CAને ગુંડાઓએ દોડાવી દોડાવીને બેટ-ડંડાથી માર માર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક/વડોદરા: વડોદરા શહેરમાં લુખ્ખા તત્વોને જાણે કાયદાનો પણ ડર ન હોય તેમ જાહેરમાં રસ્તે જતા લોકોને આંતરીને હુમલો કરી રહ્યા છે. નવાયાર્ડ વિસ્તારમાં પત્ની અને બે સંતાનોને લઈ જઇ રહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની બાઇકને આંતરીને 9 શખ્સોએ બેટ અને લાકડાના ડંડા વડે ઢોર માર માર્યો હતો. સાથે જ CA પાસેથી રૂ.72 હજારની રોકડ અને તેની પત્નીની સોનાની ચેન ખેંચીને આ શખ્સો ફરાર થઈ ગયા હતા. હુમલાની સમગ્ર ઘટના દરમિયાન કારમાંથી બેઠેલો એક શખ્સ વીડિયો ઉતારતો રહ્યો.

વડોદરાના કરોડિયા રોડ પર રહેતા આમીરખાન ઇરફાનઅલી પઠાણ પોતાની પત્ની અને બે બાળકો સાથે બાઈક ઉપર જઈ રહ્યા હતા. દરમ્યાન નવાયાર્ડ નજીક 10-11 લોકોનું ટોળું કાર અને બાઈક લઈને આવ્યું હતું. જ્યાં તેઓને આંતરીને રસ્તા વચ્ચે જ દોડાવી દોડાવીને બેટ વડે માર મારવાનું શરૂ કરી દીધું. CAની પત્ની અને બાળકોને પણ માર માર્યો હતો. જેથી તેમને પણ ઈજા પહોંચી હતી. ત્યારે હવે CA આમીરખાને આક્ષેપ કર્યો છે કે, પોલીસે માત્ર હુમલાની જ ફરિયાદ નોંધી છે, પરંતુ અમારી પાસેથી જે 72 હજાર રોકડ અને સોનાની ચેઈન લૂંટવામાં આવી છે તેની ફરિયાદ નોંધી નથી.

ગુજરાત તક સાથેની વાતચીતમાં આમરીખાને જણાવ્યું કે, 20થી 25 દિવસ પહેલા તેમના મોટાભાઈ તારીકખાન પઠાણને ઉંડેરા પાસે આરીફ ઉર્ફે ટીકુ અબ્દુલહસન પઠાણ સાથે ઝઘડો થયો હતો અને મારામારી કરી હતી. જે અંગે મારા ભાઇ સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેની રીસ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT