રાજકોટમાં ACનો હપ્તો ન ભરતા ભાજપના યુવા પ્રમુખ પર શખ્સો તૂટી પડ્યા, જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજકોટ: રાજકોટમાં ભાજપના પ્રમુખ પર ACનો હપ્તો ન ભરતા 8 જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ભાયાવદરમાં યુવા ભાજપ પ્રમુખ હાર્દિક રામાણીએ…
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટમાં ભાજપના પ્રમુખ પર ACનો હપ્તો ન ભરતા 8 જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ભાયાવદરમાં યુવા ભાજપ પ્રમુખ હાર્દિક રામાણીએ બજાજ ફાઈનાન્સમાંથી ખરીદી કરીને હપ્તેથી AC લીધું હતું. ACનો 2400 રૂપિયાનો હપ્તો ચડ્યો હતો, જે ન ભરતા 8 જેટલા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો સાથે હપ્તો ન ભરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હવે ભાજપના યુવા પ્રમુખે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ACનો હપ્તો બાકી હોવાથી હુમલો કર્યો
વિગતો મુજબ, રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં યુવા ભાજપ પ્રમુખ હાર્દિક રામાણી જુના બલ સ્ટેન્ડ પાસે મોબાઈલની દુકાન ધરાવે છે. 17 મેના રોજ તેઓ રાત્રે 8.30 વાગ્યે પોતાની દુકાન પાસે ઊભા હતા. દરમિયાન ચાર બાઈક પર 8 શખ્સો આવ્યા હતા અને હાર્દિકને પકડીને ગાળો બોલી માર મારવા લાગ્યા હતા. ભાજપ નેતાનો ભાઈ બચાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો અને ધમકી આપી હતી કે ‘હપ્તાના પૈસા ભરી દેજો નહીંતર જાનથી મારી નાખીશું.’ હુમલામાં ભાજપ નેતાને કોણી, ડાબી આંખ તથા જમણા પગમાં મૂઢમાર વાગતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ભાજપના યુવા પ્રમુખે નોંધાવી પોલીસ ફરિયાદ
ત્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ભાજપ નેતાએ આ શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે બજાજ ફાઈનાન્સનો ACનો 2400 રૂપિયાનો હપ્તો બાકી હોવાથી આ શખ્સો ઉધરાતી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનું જણાવ્યું હતું. હાલમાં પોલીસે ભાજપના યુવા નેતાની ફરિયાદના આધારે 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT