6 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે એક શખસની ધરપકડ, જામનગર પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર/બેડીઃ જામનગરના બેડી વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા ATSએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન અહીં અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન સુધી ડ્રગ્સ સપ્લાય કરાતી હોવાની માહિતી મળી હતી. તો બીજી બાજુ એટીએસની ટીમે ડ્રગ્સ મુદ્દે બેડીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી એક શખસની ધરપકડ કરી લીધી છે. બિલાલ અબ્દુલ નામનાં શખસ પાસેથી પોલીસને 6 લાખ રૂપિયાનાં ડ્રગ્સ મળી આવ્યા છે. અત્યારે આની વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોલીસે આરોપીનાં ઘરે દરોડો પાડ્યો
ડ્રગ્સ માફિયાઓ હોય કે પેડલરો હોય તમામને શોધી તેમના પર કડક કાર્યવાહી કરવા ગૃહ વિભાગે પોલીસને આદેશ આપી દીધા છે. અત્યારે યુવાનોને બરબાદ કરતું ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થ વેન્ચનારાઓ ઉપર તવાઈ બોલાવાઈ રહી છે. એવામાં બુધવારે મોડી રાત્રે ATSનું જામનગરમાં સર્ચ ઓપરેશન પછી આજે દ્વારકા SOGને જામનગરમાં ડ્રગ્સ વેંચાણ થતું હોવાની ખાનગી બાતમી પ્રાપ્ત થઈ હતી. જે સંદર્ભે દ્વારકા SOG પોલીસે જામનગર SOG પોલીસ ને સાથે રાખી બેડી વિસ્તારમાં રહેતા બિલાલ અબ્દુલ દલ નામના શખસના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો.

MD પાવડર મળી આવતા ચકચાર
આરોપી બિલાલ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર કેફી માદક પદાર્થનુ છુટક વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. આ જગ્યાએ પોલીસે દરોડો પાડતા આરોપી બિલાલનાં રહેણાંક મકાનેથી ગેરકાયદેસર MD પાવડર 59 ગ્રામ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 5 લાખ 95 હજાર મળી આવતા આરોપી વિરૂધ્ધ જામનગર એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સટેબલ હિતેશ ચાવડાએ બેડી મરીન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ફરીયાદ આપી ગુનો દાખલ કરાવ્યો હતો. ત્યારે હાલ આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT