મદદગાર બની ATM બદલી નાખતાઃ આણંદ LCBએ ઝડપી આ ગેંગને
હેતાલી શાહ.આણંદઃ ATM પર મદદ કરવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગ અવાર નવાર નાગરિકોને પોતાની જાળમાં ફસાવી નિશાન બનાવે છે. આવી ઘટનાઓ બનતા પોલીસ પણ એક્ટિવ…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ ATM પર મદદ કરવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગ અવાર નવાર નાગરિકોને પોતાની જાળમાં ફસાવી નિશાન બનાવે છે. આવી ઘટનાઓ બનતા પોલીસ પણ એક્ટિવ થઈ આવા તત્વોને પકડવા માટે કામે લાગી છે. એવામાં આણંદ જિલ્લા LCB પોલીસે 50 જેટલા ગુનાઓ જેમાં ખાસ કરીને ATM માં મદદ કરવાના બહાને છેતરપિંડી આચરનાર ગેંગને ઝડપી પાડી છે.
ATM બદલી નાખતા અને પછી રૂપિયા ઉપાડતા
આણંદ જિલ્લાના બોરસદમાં થોડા દિવસ અગાઉ ATM કાર્ડ બદલી ATM માંથી 90,300 રૂપિયા ઉપાડી લઇ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે આણંદ LCBની ટીમે હ્યુમન તથા ટેકનિકલ ટીમની મદદથી ઘટના સ્થળની આસપાસ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, ઘટના સ્થળની આસપાસ બે મોટર સાયકલ પર ચાર ઈસમો શંકાસ્પદ જણાઈ આવે છે જેને લઈને આણંદ LCB પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને બે મોટરસાયકલ આવતા તેમને કોર્ડન કરી મોબાઇલ ફોન સાથે બે ઇસમોને પકડી લેવામાં આવ્યા હતા. બંને ઇસમોની 1 જુલાઈ 2023 ના રોજ બોરસદગંજ બજારમાં પુરુષોત્તમ પ્લાઝામાં bank of baroda ના ATM આગળ તેઓની હાજરી બાબતે પૂછપરછ કરતા તે ઈસમો એ જણાવ્યું હતું કે, અંકિત તથા પંકજ સાથે મળી ATM કાર્ડ બદલીને પૈસા કાઢ્યા હતા. ત્યારે અંકિત તથા પંકજ ATMમાં જઈ એક બેનનું ATM કાર્ડ બદલી લીધું હતું અને બાદમાં પૈસા કાઢી લેવાની હકીકત જણાવી હતી. અને આ બંને ઈસમો પાસેની 2 મોટર સાયકલ અંગે પૂછપરછ કરતાં મોટર સાયકલ ચોરીની હોવાનું સામે આવતા ચોરીની મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી હતી.
ST ની બસના ભાડામાં રૂ. 1થી 6 સુધીનો વધારોઃ પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ્સને મબલખ કમાણી-ST પર આર્થિક ભારણ
ગુજરાતમાં જ નહીં આ રાજ્યોમાં પણ મચાવ્યો તરખાટ
પોલીસે ઝડપેલા ઈસમો વિકાસ પ્રમોદકુમાર બેજનાર, મોહિત સત્યેન્દ્ર ગુપ્તા બંને મૂળ યુપીના અને હાલ વડોદરાના રહેવાસી છે અને ફરાર અંકિત ભબોકરા અને પંકજ રાજપુત પણ યુપીના છે. બાદમાં બંને ઈસમો ની પૂછપરછ કરતા બંને ઈસમોએ સાત જેટલા ગુનાની કબુલાત કરી હતી. જેમાં ખાસ કરીને હાલોલ, કાલોલ, છાણી માં વિવિધ ATM માંથી લોકોને મદદ કરવાના બહાને ATM કાર્ડ બદલી ATM માંથી પૈસા ઉપાડવાની ગુનાની કબુલાત કરી હતી, તથા આણંદ ટાઉન અને બોરસદ ટાઉનના વિવિધ ગુનાઓ હતી જેને લઇને પોલીસે આ ગેંગના મુખ્ય આરોપીઓને પણ શોધવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. અને આજે પોલીસને આ ગેંગના અન્ય ચાર શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આણંદ LCB પોલીસની ટીમે અન્ય ચાર આરોપીઓને બાતમીના આધારે આણંદના લોટીયા ભાગોળ વ્યાયામશાળા પાસે આવેલ તળાવ નજીકથી ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ પાસેથી જુદી જુદી બેંકોના 48 જેટલા ATM કાર્ડ, પીઓએસ મશીન, 6 મોબાઈલ, રોકડ રૂપિયા તથા સ્વિફ્ટ ગાડી મળી કુલ 5 લાખ 47 હજાર 220 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આ ચારેય શકશોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ઝડપાયેલા મૂળ ઉત્તર પ્રદેશના અંકિત કુમાર ચૌધરી, પંકજકુમાર ઉર્ફે પીન્ટુ ચૌહાણ, અમિતકુમાર જાટ અને કૈલાશકુમાર જાદૌવે અન્ય 26 જેટલા ગુનાઓની કબુલાત કરી હતી. જેમાં ગુજરાતના હાલોલ, કાલોલ, વડોદરા, સુરત, આણંદ તથા ગુજરાત બહાર અન્ય રાજ્યના રાજસ્થાન, ઉત્તર પ્રદેશના હરિદ્વાર, દહેરાદૂન, ઉત્તરાખંડ, આગરા, ફિરોઝાબાદ ,અજમેર સહિતના વિસ્તારોમાં અલગ અલગ બેંકના ATMમાં લોકોને મદદ કરવાના બહાને ATM કાર્ડ બદલી ATM માંથી રૂપિયા કાઢી છેતરપિંડી આચરી હોવાની કબુલાત કરી છે. પોલીસે આ ગુનામાં કુલ 6 આરોપીઓ ને ઝડપી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT