અતીક અહેમદની પત્ની શાઇસ્તા આજે સરેન્ડર કરે તેવી શક્યતા, પ્રયાગરાજમાં સુરક્ષા વધારાઇ
લખનઉ : ગેંગ્સ્ટર અથીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન આજે સરેન્ડર કરી શકે છે. ગત્ત અઠવાડીયે જ તેના પુત્ર અસદનું એન્કાઉન્ટર થયું હતું. પછી તેણે માફિયા…
ADVERTISEMENT
લખનઉ : ગેંગ્સ્ટર અથીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન આજે સરેન્ડર કરી શકે છે. ગત્ત અઠવાડીયે જ તેના પુત્ર અસદનું એન્કાઉન્ટર થયું હતું. પછી તેણે માફિયા પતિ અતીક અહેમદ અને દિયર અશરફની પોલીસ સુરક્ષામાં જ હત્યા થઇ ગઇ હતી. શાઇસ્તા પરવીનના પુત્ર, પતિ અને દિયરનો અંતિમ વખત ચહેરો જોવા માટે પણ આવી નહોતી. ટીવી રિપોર્ટ્સના અનુસાર શાઇસ્તા પરવીનના સરેન્ડરની સંભાવનાને જોતા પ્રયાગરાજ જિલ્લામાં ફોર્સની તહેનાતી વધારવામાં આવી છે. શાઇસ્તા પરવીનનો પણ ઉમેશપાલ મર્ડર કેસમાં આરોપી તરીકે નામ દાખલ છે. તે ફરાર છે.
શાઇસ્તા વિરુદ્ધ 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર
શાઇસ્તા વિરુદ્ધ હાલ 50 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. યુપી પોલીસની અનેક ટીમ અલગ અલગ શહેરોમાં શાઇસ્તાને શોધી રહી છે. જો કે તેને એરેસ્ટ કરવી મુશ્કેલ છે. આશા હતી કે, તે પતિ અતીક અહેમદને અંતિમ વિદાય આપવા માટે આવશે. જો કે ત્યાં પણ તે પહોંચી નહોતી. જો કે હવે પરેશાની વધે નહી તે માટે હવે તે સરેન્ડર કરવાના મુડમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાઇસ્તા પરવીનના પોતાના પિયરના ઘરેથી પણ ફરાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરિસ્થિતિ એટલી ખરાબ છેકે તેના પિયરના લોકો ઘરે તાળુ લગાવવા પણ રહ્યા નહોતા અને બધુ જેમનું તેમ છોડીને ફરાર થઇ ગયા હતા.
પોલીસ શાઇસ્તાને શોધવામાં નિષ્ફળ રહી
માનવામાં આવી રહ્યું છે કે, પરિવારજનોને વધારે પોલીસ તંગ ન કરે, એટલા માટે શાઇસ્તા હવે સરેન્ડર કરવા માંગે છે. શાઇસ્તા પરવીને ઉમેશ પાલ મર્ડર કેસમાં આગોતરા જામીન માટે એમપી-એમએલએ કોર્ટમાં અરજી કરી હતી. જેને ફગાવી દેવામાં આવી હતી. બસપા ધારાસભ્ય રાજુપાલની 2005 માં હત્યા થઇ હતી. જેના એકમાત્ર ગવાહ ઉમેશ પાલ હતા. તેમની હત્યા આ જ વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ અતીક અહેમદના ગુર્ગોએ કરી દીધી હતી. આ હત્યાકાંડમાં અતીક અહેમદનો પુત્ર અસદની પણ સંડોવણી હતી. જેણે ફાયરિંગ કર્યું હતું અને સીસીટીવીમાં તેનો વીડિયો પણ જોઇ શકાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT