અટલ ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે PM નરેન્દ્ર મોદી, જુઓ તેનો નયનરમ્ય નજારો
અમદાવાદઃ વડાપ્રધાન મોદી અત્યારે બે દિવસીય ગુજરાત પ્રાવસ પર આવ્યા છે. જેમાં 27 ઓગસ્ટે તેઓ અટલ ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. આની સાથો સાથ રિવરફ્રન્ટ…
ADVERTISEMENT
અમદાવાદઃ વડાપ્રધાન મોદી અત્યારે બે દિવસીય ગુજરાત પ્રાવસ પર આવ્યા છે. જેમાં 27 ઓગસ્ટે તેઓ અટલ ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. આની સાથો સાથ રિવરફ્રન્ટ ખાતે અન્ય કાર્યક્રમોમાં હાજરી પણ આપશે. નોંધનીય છે કે આ દરમિયાન તમામ અમદાવાદીઓ જેની રાહ જોઈ રહ્યા હતા એવા અટલ ફૂટ ઓવર બ્રિજનું પણ તેઓ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ બ્રિજની બનાવટથી લઈ તેના પર ફૂડ સ્ટોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. જેના રાત્રીના નયનરમ્ય નજારાનો વીડિયો ગુજરાત તક પાસે એક્સક્લૂઝિવ મળી આવ્યો છે. ચલો વીડિયો સહિત મોદીજી જે બ્રિજનું લોકાર્પણ કરશે એના પર નજર કરીએ.
#AtalBridge #PMModi આજે કરશે જનતાને કરશે સમર્પિત pic.twitter.com/sUE0fYBN7p
— Gujarat Tak (@GujaratTak) August 27, 2022
કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર થયો
સાબરમતી નદી પર હવે અટલ ફુટ ઓવર બ્રિજ બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. અત્યારે અહીં અમદાવાદીઓ પીકનીક અને સાઈકલિંગની સાથે બ્રિજ પરથી સુંદર નજારાઓને જોઈ શકશે. જેના પર 45 મિનિટ વિતાવવાનું ભાડુ સરકારે 30 રૂપિયાનું નક્કી કર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. નોંધનીય છે કે હજુ સરકાર આ મુદ્દે ચર્ચા કરી રહી છે.
ADVERTISEMENT
બ્રિજ પર જાણો શું શું હશે
આ બ્રિજ પર ફરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ અહીં ફુટ સેન્ટર, ખાણી-પીણી સ્ટોલ ઉભા કરાયા છે. એટલું જ નહીં ફુટઓવર બ્રિજના પશ્ચિમ અને પૂર્વ એન્ડ પર મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં ફરવા આવતા લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળશે. ઓવર બ્રિજ પર બે કેફે વચ્ચે કાચનું ફ્લોરિંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં લોકો ફ્લોર પરથી નદી જોઈ શકશે.
ADVERTISEMENT