વડોદરામાં 200 કરોડના અટલ બ્રિજના 6 મહિનામાં આવા હાલ! એક વરસાદમાં પ્રોટેક્શન વોલ ધરાશાયી
વડોદરા: રવિવારે રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. આ મિનિ વાવાઝોડામાં રાજ્યમાં ઠેર-ઠેર ક્યાંક વૃક્ષો પડવાના તો ક્યાંક હોર્ડિંગ્સ અને ઘરના…
ADVERTISEMENT
વડોદરા: રવિવારે રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. આ મિનિ વાવાઝોડામાં રાજ્યમાં ઠેર-ઠેર ક્યાંક વૃક્ષો પડવાના તો ક્યાંક હોર્ડિંગ્સ અને ઘરના પતરા ઉડી જવાના બનાવ બન્યા હતા. આ વચ્ચે વડોદરામાં ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ જતા ફરી એકવાર બ્રિજની ગુણવત્તા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.
રવિવારે વરસાદ બાદ બ્રિજની દિવાલ તૂટી
રવિવારે વરસેલા ભારે વરસાદને પગલે વડોદરામાં મનીષા ચાર રસ્તાથી શરૂ થતા અટલ બિજની બાજુની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ ગઈ હતી. ભારે પવન અને વરસાદના કારણે બ્લોક લગાવેલી દિવાલ તૂટી હતી, જોકે બ્રિજને કોઈ નુકસાન થયું નહોતું. ત્યારે 200 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજને 6 મહિના પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે બ્રિજની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
સેફ્ટી વોલના બ્લોક્સ પણ તૂટી ગયા
સેફ્ટી વોલ તૂટવાની જાણ થતા જ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા. જેમાં તપાસમાં સેફ્ટી વોલમાં વાપરમાં આવેલા બ્લોક્સ પણ તૂટી ગયા હોવાનું જણાયું હતું. એવામાં વોલમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરાયું હોવાની આશંકા ઉદભવી રહી છે. અગાઉ પણ આ બ્રિજની દિવાલમાં તિરાડ પડવાની ઘટના બની હતી, જે બાદ તેને રિપેરિંગ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, રૂ.200 કરોડના ખર્ચે વડોદરામાં બનેલો આ અટલ બ્રિજ રાજ્યનો સૌથી લાંબો બ્રિજ છે. તે ગેડા સર્કલથી મનિષા ચોકડી સુધી 3 કિલોમીટરની લંબાઈ ધરાવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT