તથ્ય પટેલના રિમાન્ડ માટે પોલીસે મુક્યા આ પોઇન્ટ, અકસ્માતનું સત્ય આવશે બહાર
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર ગુરુવારે મોડી રાત્રે થયેલા અકસ્માતના બનાવમાં 10 લોકોના મોત થયા હતા. કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જતા ઈસ્કોન બ્રિજ પર…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર ગુરુવારે મોડી રાત્રે થયેલા અકસ્માતના બનાવમાં 10 લોકોના મોત થયા હતા. કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જતા ઈસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. જેને જોવા લોકો ઉમટ્યા હતા, દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી જેગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનાને લઈને હવે તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તથ્ય પટેલની પૂછપરછ માટે પોલીસઅનેક મુદ્દે તથ્ય પટેલની પૂછપરછ કરશે. રિમાન્ડ દરમિયાન તથ્ય પટેલના જવાબને લઈ અનેક ખુલાસા થશે.
પોલીસે ગઈ કાલે જેગુઆર કાંડના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ પાસેથી પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, આરોપી પોલીસને સહકારી આપી રહ્યા નથી. કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલ્યો છે. તથ્ય પટેલ અંગે કોર્ટ 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે. તથ્ય પટેલને લઈને કરવામાં આવેલી વકીલની સક્ષમ દલીલો અને પોલીસની કાર્યવાહીને જોતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે.
- તથ્ય પટેલ ઘરેથી નીકળ્યા પછી કોને કોને કોન્ટેક્ટ કર્યો હતો? તેની સાચી માહિતી નથી જણાવતો જેથી તે મુદ્દાની તપાસ કરાશે. આ સાથે પોલીસ તેના અને મિત્રોના મોબાઇલમાંથી ચેટ તથા કોલ ડીટેલ મેળવવા માટે પણ તપાસ કરાશે
- તથ્ય પટેલ અને તેની કારમાં સવાર રહેલા લોકોનું ક્રોસ વેરીફાઇ પણ કરવામાં આવશે.
- આરોપીએ અન્ય કોઈ આ પ્રકારના અકસ્માત કે ગુનાઓ કરેલા છે કે કેમ તથા પૈસાના જોરે બારોબાર સમાધાન કર્યું છે? આ મામલાની પણ તપાસ કરાશે.
- આરોપીએ સોશિયલ મીડિયામાં કોઈ રિલ્સ અથવા તો ભયજનક રીતે સ્ટંટ કરી વાહન ચલાવતો હોય તેવી પોસ્ટ કરી છે કે કેમ? તેની પણ તપાસ કરવામાં આવશે
- Jaguar કાર ના માલિકની તપાસની સાથે કારના દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે.
- અકસ્માત બાદ આરોપી અને તેના પિતાએ સામાન્ય માણસોને ધમકી આપી હતી કે કેમ? તેની પણ ઉંડી તપાસ કરાશે.
- આરોપીએ ડ્રગ્સ અથવા આલ્કોહોલનો નશો કર્યો છે કે કેમ તેની તપાસ કરવી જરુરી છે અને જો નશો કર્યો છે તો તે ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ કરવામાં આવશે.
- તથ્ય પટેલ અકસ્માત સમયે અને પછી કોના કોના સંપર્કમાં હતો તેની પણ તપાસ કરાશે
બ્લડ આલ્કોહોલ રિપોર્ટમાં જાણો શું આવ્યું
બહુ ચર્ચિત જેગુઆર કાંડમાં મોટો ખુલાસો થયો છે. આ અંગે પશ્ચિમ ટ્રાફિક DCP નિતા દેસાઇએ જણાવ્યું કે, કેટલીક બાબતોમાં હજુ તપાસ અધુરી છે. આરોપીના બ્લડ રિપોર્ટમાં તેમજ મિત્રોના રિપોર્ટમાં ક્યાંય આલ્કોહોલનું સેવન કર્યાનું સામે આવ્યુ નથી તેમજ કારમાં મસ્તી કરતા હતા કે શું હતુ તે બાબતની તપાસ બાકી છે. અકસ્માતના દિવસે કોની કોની સાથે નીકળ્યો હતો તેમજ કઈ કઈ જગ્યાએ ગયા હતા, શું પ્રવૃત્તિ કરી હતી, આ તપાસ બાકી છે. અમુક સવાલોના જવાબ આપવામાં તથ્ય અચકાઈ રહ્યો છે. જેમાં કારની સ્પીડ અંગે પણ તથ્ય ચોક્કસ જવાબ આપી શક્યો નથી.
ADVERTISEMENT
સ્પીડને લઈને કર્યો મોટો ખુલાસો
તથ્ય પટેલની સાથે રહેલા તેના મિત્રોની પણ તપાસ ટીમે અલગ અલગ રીતે બેસાડીને નિવેદનો લીધા હતા અને તપાસ ટીમને આ તમામ નિવેદનોમાં અલગ અલગ નિવેદનો હોવાનું જાણવા મળ્યું છે. કારમાં તથ્યની સાથે રહેલી 3 યુવતી પૈકી એક યુવતીએ કારની સ્પીડ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે . યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, રાતે જ્યારે કેફેથી નીકળે ત્યારે તથ્ય પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તથ્ય કાર ધીમી ચલાવ. પરંતુ તે કઈ સમજવી રહ્યો ન હતો અને કારની સ્પીડ વધતી વધતી 100થી આગળ વધી ગઈ. એને ધડાક લઈને કારનો અકસ્માત થયો હતો.
ADVERTISEMENT