જીવના જોખમે NDRF ની ટીમે ખભા પર બચાવી બે જિંદગી, જુઓ દ્વારકાનો ભયાનક માહોલ
ગાંધીનગર: અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે વાવાઝોડાનું લેન્ડફોલ થયું. મધરાત સુધી વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા ચાલી.…
ADVERTISEMENT
ગાંધીનગર: અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે વાવાઝોડાનું લેન્ડફોલ થયું. મધરાત સુધી વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા ચાલી. આ દરમિયાન પવનની ગતિ 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. આ તોફાન સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈ ચૂક્યું છે. છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિકલાકની ઝડપે ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. ત્યારે વાવાઝોડાની અસર કચ્છ, જામનગર અને દ્વારકામાં વધુ થઈ હતી. આ દરમિયાન દ્વારકાના રૂપેણ બંદરમાં ફસાયેલા બે વ્યક્તિઓના NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
બિપોરજોયે વાવાઝોડું ગુરુવારે ગુજરાત પર ત્રાટક્યુ હતુ. આ વાવાઝોડું 125 કિમીની ઝડપે આગળ વધીને લેન્ડફોલ થયુ હતુ. જેના કારણે કચ્છ અને દ્વારકામાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડાએ ગુરૂવારે સાંજે જખૌ બંદરને સ્પર્શ કરીને દ્વારકા અને કચ્છમાં 120 કિમી સુધીની ઝડપે વિનાશક વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયુ હતુ. જેના કારણે ઘરના છાપરાં, શેડ, વૃક્ષો થાંભલા ધરાશાયી થયા હતા. આ દરમિયાન NDRFની 6 ટીમે દ્વારકાના રૂપેણ બંદરના નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા 2 લોકોને બહાર કાઢ્યા હતા. NDRF ની ટીમે જીવના જોખમે 2 લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.
16-17 જૂને ભારે વરસાદની ચેતવણી
બિપોરજોય વાવાઝોડુ ગુજરાત પરથી પસાર તો થઈ ગયું છે અપરંતુ તેની અસર હજુ છે. ચક્રવાતને કારણે સમગ્ર ગુજરાતમાં 16-17 જૂને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 16 જૂને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે 17 જૂને દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આજુબાજુના ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા , ગાંધીનગર)
ADVERTISEMENT