દાહોદ-સુરેન્દ્રનગરમાં ભયંકર અકસ્માત, કાર અને રીક્ષામાં ફુરચેફુરચા ઉડી ગયા, 9 લોકોના કરુણ મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Accident News: મંગળવારે સવારમાં સુરેન્દ્રનગર અને દાહોદમાંથી દુઃખદ ખબર સામે આવી રહી છે. બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં 9 લોકોના કરુણ મોત થયા છે. જ્યારે 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રીક્ષામાં જતા એક જ પરિવારના 6 લોકોના મોત

વિગતો મુજબ, દાહોદ-અલીરાજપુર હાઈવે પર ટ્રક અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. ગરબાડા તાલુકાના પાટિયા ઢોલ ગામ પાસે ઓટો રીક્ષામાં મુસાફરી કરી રહેલા 6 લોકોના ટ્રકની ટક્કરે સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા. તમામ મૃતકો એક જ પરિવારના સભ્યો હતો. જેઓ રાજકોટથી મજૂરી કામ કરીને ઘરે પરત ફરતા હતા. ત્યારે સવારમાં 7 વાગ્યા આસપાસ આ અકસ્માત થયો હતો. મૃતકોમાં એક મહિલા, એક બાળક અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે. જ્યારે રીક્ષા ચાલક પણ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ADVERTISEMENT

માતાજીની માનતા કરવા જતા 3 લોકોને કાળ ભરખી ગયો

બીજી તરફ સુરેન્દ્રનગર-વિરમગામ હાઈવે પર પણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ઝંમર ગામના પાટીયા પાસે કાર અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. કારમાં સવાર લોકો પલાસા ગામે માતાજીની માનતા કરવા માટે જઈ રહ્યા હતા અને લખતરના સદાદ ગામના વતની હોવાની પ્રાથમિક માહિતી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે.

ADVERTISEMENT

(ઈનપુટ: શાર્દુલ ગજ્જર-ગોધરા, સાજીદ બેલિમ-સુરેન્દ્રનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT