ગુજરાતમાં ‘અખિયા મિલાકે’ના કેસો વધ્યા, અરવલ્લીમાં એક જ સ્કૂલના 39 બાળકો ચેપ ગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લી: ગુજરાતમાં કન્જક્ટિવાઇટિસ (અખિયા મિલાકે) રોગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરો બાદ હવે ગ્રામિણ વિસ્તારોમાં પણ આંખ આવવાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ત્યારે મેઘરજની આશ્રમ શાળામાં એક સાથે 39 જેટલા વિદ્યાર્થીઓને કન્જક્ટિવાઈટિસ રોગની અસર જોવા મળતા તમામ બાળકોને મેઘરજની હોસ્પિટલમાં મોકલીને તપાસ કરવામાં આવી હતી.

એક જ સ્કૂલના બાળકોને લાગ્યો ચેપ

સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં કન્જક્ટિવાઈટિસના રોગોમાં કેસો બાદ અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પણ વાઈરસે પગપેસારો કરી લીધો છે. મેઘરજમાં આવેલી હરિઓમ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 39 વિદ્યાર્થીઓમાં આંખ આવવાની અસર જોવા મળી હતી. વિદ્યાર્થીઓને આંખમાં દુઃખાવો અને આંખો લાલ થવાની ફરિયાદ ઉઠતા તેમને હોસ્પિટલમાં લઈ જઈને તપાસ કરવામાં આવી હતી સાથે જ ડ્રોપ-દવા અને ચશ્મા અપાયા હતા.

શું છે કન્જક્ટિવાઈટિસના લક્ષણો?

જે વ્યક્તિને કન્જક્ટિવાઈટિસ થાય તેની આંખોનો સફેદ ભાગ સંપૂર્ણ લાલ અને ગુલાબી થઈ જાય છે. આંખોમાં ખંજવાળ આવે છે અને દુઃખાવો થાય છે. આંખમાંથી પાણી નીકળે છે અને ધૂંધળું દેખાય છે. આંખો પર સોજો આવી જાય છે. આવી સ્થિતિમાં હાથ વારંવાર ધોવા અને આંખોને વારંવાર અડવું જોઈએ નહીં. કોઈની સાથે ટુવાલ, બેડ કે રૂમાલ શેર કરવો નહીં. કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું ટાળો. ડોક્ટરની સલાહ વગર દવા ન લેશો. સંક્રમિત વ્યક્તિથી દૂર રહો અને તેની વાપરેલી વસ્તુઓનો ઉપયોગ ન કરો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT