ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 189 કેદીઓના કસ્ટોડિયલ ડેથ, દર 3 દિવસે એક નાગરિકનું મોત
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા વર્ષમાં સજા પામેલા અને ન્યાયિક કાર્યવાહી હેઠળના કાચા અને પાકા કામના 189 કેદીઓના કસ્ટોડિયલ ડેથ થયા છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ…
ADVERTISEMENT
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા વર્ષમાં સજા પામેલા અને ન્યાયિક કાર્યવાહી હેઠળના કાચા અને પાકા કામના 189 કેદીઓના કસ્ટોડિયલ ડેથ થયા છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પૂછેલા એક સવાલના જવાબમાં ગૃહમંત્રીએ લેખિતમાં કસ્ટોડિયલ ડેથ અંગે ખુલાસો કર્યો છે.
ગુજરાતની સ્થિતિ બિહાર, યુપીથી પણ ખરાબ
દેશમાં કસ્ટોડિયલ ડેથ ગુજરાતમાં સૌથી વધુ થઈ રહ્યા છે. ફેબ્રુઆરીમાં જ રાજ્યસભામાં અપાયેલા કસ્ટોડિયલ ડેથમાં ગુજરાતની સ્થિતિ મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરપ્રદેશ અને તમિલનાડુ કરતા પણ ખરાબ હોવાનું કહેવાયું હતું. રાજ્યમાં થયેલા 189 કસ્ટોડિયલ ડેથમાં પોલીસ સ્ટેશનમાં 35 ઘટના, જ્યારે જેલ કસ્ટોડીયલ ડેથની 154 ઘટના બની છે. કસ્ટોડિયલ ડેથની ઘટનામાં રાજ્ય સરકાર મૃતકના પરિવારજનોને 17 લાખની સહાય પણ કરાઈ છે.
દર 3 દિવસે એક નાગરિકનું મોત!
આવી સ્થિતિમાં દર 3 દિવસમાં એક નાગરિકનું પોલીસ કે જેલ કસ્ટડીમાં મોત થયું હોવાનું સામે આવે છે. આ મામલે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીમાં પણ ઊણપ જોવા મળી છે. રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં કહેવાયું છે કે, બે વર્ષમાં 189 કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં જવાબદાર સામે ફરજ મોકૂફી, ખાતાકીય રાહે શિક્ષા અને ફરજમાંથી છૂટા કરવા જેવી કાર્યવાહી કરવામાં આવી છે. જોકે કેટલા કર્મચારીઓને છૂટા કરાયા તેની જાણકારી અપાઈ નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT