અશોક ગેહલોત કોરોનાના સકંજામાં, કાલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ગુજરાતમાં કરી હતી મુલાકાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: દેશભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોરોનાથી સંક્રમિત થયા છે. ગઈકાલે અશોક ગેહલોતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. અશોક ગેહલોતે કોરોનાથી સંક્રમિત થયાની જાણકારી ટ્વિટ કરીને આપી છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સજા ફટકારવામાં આવી હતી ત્યારે સજાને પડકારવા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સુરત પહોંચ્યા હતા. તેમના સમર્થનમાં ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સુરત આવ્યા હતા. જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ પહોંચ્યા હતા. ત્યારે કાલે અશોક ગેહલોત સાથે ગુજરાતના અનેક નેતાઓ એ મુલાકાત કરી હતી. આ સાથે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને છત્તીસગઢના મુખ્યમંત્રી અને રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી ને પણ મળ્યા હતા.તેરે આ તમામ પર કોરોનાના સંક્રમણનો ખતરો છે.

જાણો શું લખ્યું ટ્વિટમાં
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોરોના સંક્રમિત થતાં ટ્વિટ કરી માહિતી આપતા કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં કોવિડના કેસમાં વધારો થયો છે. હું પોતે પણ હળવા લક્ષણો સાથે કોવિડથી સંક્રમિત થયો છું. ડોકટરોની સલાહ મુજબ હું આગામી કેટલાક દિવસો સુધી મારા ઘરેથી કામ કરવાનું ચાલુ રાખીશ. તમે બધા કાળજી લો અને કોવિડ પ્રોટોકોલને અનુસરો.

ADVERTISEMENT

રાજસ્થાન રાજ્યના ભૂતપૂર્વ સીએમ વસુંધરા રાજેએ પણ કોરોના સંક્રમિત થાય છે. તેમણે પણ ટ્વિટર દ્વારા તેમનો કોરોનાથી સંક્રમિત થયા તે અંગે જાણકારી આપી છે . તેણે ટ્વીટ કર્યું કે તે ડોક્ટરોની સલાહ પર આઈસોલેશનમાં જઈ રહી છે. આ સાથે, તેણે હાલમાં જ તેને મળેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અને સતર્ક રહેવાની અપીલ કરી છે.

ADVERTISEMENT

જાણો શું કહ્યું વસુંધરા રાજેએ
કોવિડની તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડોક્ટરોની સલાહ પર સંપૂર્ણ આઇસોલેશન પર છું. જે લોકો મારા સંપર્કમાં છે, તેઓ તમારી જાતની તપાસ કરાવો અને સાવચેતી રાખો.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT